ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પ્રસિદ્ધ મનસા દેવી મંદિરમાં આજે (રવિવારે) એક કરૂણ ઘટના બની છે. મંદિર પરિસરમાં મચેલી નાસભાગમાં 6 જેટલા શ્રદ્ધાળુઓના દુઃખદ અવસાન થયા છે. જ્યારે અનેક અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.
PM મોદીએ શોક વ્યક્ત કર્યો













