EDએ દિલ્હી સરકારની શાળામાં વધારે ક્લાસરૂમના નિર્માણમાં કથિત અનિયમિતતાઓની તપાસ હેઠળ બુધવારે 37 ઠેકાણાઓ પર રેડ કરી છે. આ રેડ દિલ્હી ACB દ્વારા દાખલ FIRના આધાર પર કરવામાં આવેલી મોટી કાર્યવાહીનો ભાગ છે. EDએ આ તપાસ કથિત મની લોન્ડ્રીંગની આશંકા હેઠળ શરૂ કરી છે, એજન્સીનું કહેવું છે કે ક્લાસરૂમ નિર્માણમાં વધારે ભ્રષ્ટાચાર અને સરકારી પૈસાનો દુરઉપયોગની આશંકા છે. આ કૌભાંડમાં ખાનગી કંપનીઓ અને દિલ્હી સરકારના પૂર્વ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.


મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ડિજિટલ પૂરાવા હાથ લાગ્યા

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કૌભાંડ લગભગ 2000 કરોડ રૂપિયાનું હોય શકે છે. આરોપ છે કે દિલ્હીની સરકારી શાળાઓમાં 12,747 નવા ક્લાસરૂમ બનાવવા માટે જે ખર્ચ બતાવ્યો છે, તે વાસ્તવિક ખર્ચ કરતા ખુબ જ વધારે હતો. EDએ આ નાણાકીય કૌભાંડને મની લોન્ડ્રીંગની સિરિઝમાં માનતા PMLA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન એજન્સીને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજ અને ડિજિટલ પૂરાવા હાથ લાગ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

આગામી દિવસોમાં ઈડી વધુ પુછપરછ કરી શકે

જણાવી દઈએ કે જે લોકોના ત્યાં રેડ પડી છે, તે નિર્માણ કામગીરી સાથે જોડાયેલા છે અને તેમને ટેન્ડર પ્રક્રિયાનો ઠેકો આપવામાં આવ્યો હતો. આ મામલે સૌથી પહેલા દિલ્હી પોલીસની ભ્રષ્ટાચાર શાખાએ FIR દાખલ કર્યો હતો, જેમાં નિર્માણ કાર્યોમાં કથિત ભ્રષ્ટાચાર અને નિયમો સામે આંખ આડા કાન કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે ઈડીએ મની લોન્ડ્રિંગની આશંકાને જોતા સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં ઈડી વધુ પુછપરછ કરી શકે છે.


  • Follow us on: