દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નાઈજીરિયન નાગરિકો દ્વારા સંચાલિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો ભાંડો ફોડ્યો છે. આ કાર્યવાહીમાં બે વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ લગભગ 5 કરોડનું કોકેઈન અને MDMA જપ્ત કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવ્યું છે.
પોલીસની ટીમે ટેક્નિકલ અને મેન્યુઅલ સર્વિલાન્સ શરૂ કર્યું.
પોલીસના જણાવ્યા મુજબ ઓપરેશન દરમિયાન 418 ગ્રામ કોકેઈન અને 925 MDMA ટેબ્લેટ જેને એક્સ્ટેસીના નામથઈ ઓળખમાં આવે છે, તેને જપ્ત કરવામાં આવી છે. પોલીસ ઘણા સમયથી એક્ટિવ ડ્રગ્સ સપ્લાયરની ગતિવિધિઓ પર કડક નજર બનાવીને રાખી હતી. 2 ડિસેમ્બરે ઈનપુટ મળ્યા કે એક નાઈજીરિયન નાગરિક સાઈકોટ્રોપિક ડ્રગ્સનું સપ્લાય કરી રહ્યું છે. આરોપ પહેલા પણ NDPS કેસમાં સામેલ રહી ચૂક્યો છે. જાણકારી મળ્યા બાદ પોલીસની ટીમે ટેક્નિકલ અને મેન્યુઅલ સર્વિલાન્સ શરૂ કર્યું. આરોપી સતત પોતાનું લોકેશન બદલી રહ્યો હતો, જેથી પોલીસની પકડથી બચી શકાય. તે દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વિસ્તારમાં સક્રિય હતા. પોલીસે નજર રાખી અને ત્યારબાદ રેડ કરીને તેની ધરપકડ કરી લીધી.













