દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને કારણે GRAP સ્ટેજ IV પ્રતિબંધો ફરીથી લાગુ કરવામાં આવ્યા છે. CAQM મુજબ દિલ્હીનો AQI, જે આજે 17 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 400 પર નોંધાયો હતો, તેમાં તીવ્ર વધારો જોવા મળ્યો અને પશ્ચિમી વિક્ષેપ ખૂબ જ ખરાબ હવામાન પરિસ્થિતિઓ અને પ્રદૂષકોના નબળા ફેલાવાને કારણે રાત્રે 8 વાગ્યે 428 પર પહોંચી ગયો. ત્યારબાદ GRAP-IVના પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો.
હવાનું પ્રદૂષણ રોકવાના ઉપાયો લાગુ
હવાની ગુણવત્તાના હાલના ટ્રન્ડ અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાથી રોકવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. GRAP પરની CAQM પેટા-સમિતિએ સર્વાનુમતે હવાની ગુણવત્તા સુધારવા માટે સક્રિય પગલા તરીકે સમગ્ર NCRમાં તાત્કાલિક અસરથી હાલના GRAPના સ્ટેજ-IV 'ગંભીર+' હવા ગુણવત્તાને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલું હાલના GRAPના સ્ટેજ I, II અને III હેઠળ NCRમાં પહેલાથી જ લાગુ પ્રતિબંધો ઉપરાંત લેવામાં આવ્યું છે.
દિલ્હીની હવા ફરી બની ઝેરી
વધુમાં, NCR પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત એજન્સીઓને પ્રદેશમાં હવાની ગુણવત્તાને વધુ ખરાબ ના થવા દેવા માટે જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા ગઈકાલે શરૂઆતમાં CAQMએ GRAP-3 પ્રતિબંધો લાદવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી એનસીઆરમાં ગ્રેપ-4ના પ્રતિબંધ લાગ્યા બાદ હવે સરકારી અને બિન-સરકારી કન્સ્ટ્રક્શન પર કડક પ્રતિબંધ રહેશે. દિલ્હીની બોર્ડર પર ટ્રકોની એન્ટ્રી પર પણ પુરી રીતે પ્રતિબંધ રહેશે.
કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ?
દિલ્હી એનસીઆરમાં ગ્રેપ-4ના પ્રતિબંધો લાગ્યા બાદ હવે સરકારી અને બિન-સરકારી કન્સ્ટ્રક્શન પર પુરી રીતે પ્રતિબંધ રહેશે. આ સિવાય દિલ્હી બોર્ડર પર ટ્રકોની એન્ટી પર પણ પ્રતિબંધ લગાવાશે. તેની સાથે જ શાળાઓને હાઈબ્રિડ મોડ પર ચલાવવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે સરકારી અને પ્રાઈવેટ કંપનીઓમાં કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: UP ATSનો છાંગુર બાબા ધર્માતરણ રેકેટ પર સંકજો, નાગપુરથી ફંડ મેનેજરની કરી ધરપકડ