ઉત્તર પ્રદેશના એક એવા સાયકો સિકલરની વાત છે કે, જે ટ્રકના ડ્રાઈવરને જોવે અને તેની હત્યા કરી નાખે, આ વાત સાચી છે, રેસલર સંદીપ લોહાર કે જે ટ્રક ડ્રાઈવર જોવે અને તેનું લોહી ઉકળી જાય અને તેની હત્યા કરી નાખે, આ સંદીપની સામે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં 15થી વધુ કેસ નોંધાયા છે અને તેણે અત્યાર સુધીમાં 4 ટ્રક ડ્રાઈવરની હત્યા કરી નાખી.


ટ્રક ડ્રાઈવરો સંદીપથી ગભરાઈ ગયા હતા

ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્થાનિકો પોલીસ અને એસટીએફએ સંયુકત કામગીરી કરીને આ સાયકો કિલર સંદીપનું એનકાઉન્ટર કર્યુ અને તેમાં તેનું મોત થયું છે, તે ટ્રકના ડ્રાઈવરને લૂંટી લે તો હતો અને તેમની હત્યા કરી નાખતો હકો, જે ડ્રાઈવરો આ સંદીપ વિશે જાણતા હતા તેઓ તેનાથી દૂર રહેતા અને ટ્રક ડ્રાઈવરો સંદીપથી ગભરાઈ ગયા હતા.

ટ્રક ડ્રાઈવરને નિશાના પર રાખતો હતો

હરિયાણાના રોહતક જિલ્લાના ભૈની મહારાજ ગામનો રહેવાસી સંદીપ લોહાર કે જે એક સમયે રેસલર હતો પરંતુ વર્ષ 2013માં એક રોડ અકસ્માતમાં તેની દિકરીનું મોત થયુ હતુ અને ટ્રક ડ્રાઈવર તે કેસમાં દોષી ઠેરવાયો હતો, અને આ ઘટનાને ધ્યાને રાખીને તે એવો સાયકો બની ગયો કે, કોઈ પણ ટ્રક ડ્રાઈવરને જોવે તો તેને મારી નાખતો હતો અને ટ્રક ડ્રાઈવરને નિશાના પર રાખ્યા હતા.

હત્યા અને લૂંટની પદ્ધતિ ખરાબ હતી

સંદીપ ટ્રક ડ્રાઈવર સાથે પહેલા મિત્રતા કરતો અને જમવાનું અને દારૂ પાર્ટી કરતો હતો અને તેમનો વિશ્વાસ જીતી લેતો હતો અને તક મળ્યા પછી ગળુ દબાવીને તેમની હત્યા કરતો, ઘણી વાર તિક્ષ્ણ હથિયારોથી પણ તેણે હત્યા કરી હોવાની વાત સામે આવી છે, પોલીસના જણાવ્યા અનુસાર તેણે ઓછામાં ઓછા 4 ટ્રક ડ્રાઈવરની હત્યા કરી છે.

કાનપુરમાં 4 કરોડની લૂંટ કેસમાં પણ તેનો હાથ હતો

સંદીપની વાત કરીએ તો તેણે કાનપુરમાં પણ 15 મે 2025ના રોજ પ્લેટોથી ભરેલા ટ્રકની લૂંટ કરી હતી અને તે લૂંટ કરીને ફરાર થયો હતો, પોલીસે તેને લઈ એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યુ હતુ. પોલીસને માહિતી મળી હતી કે સંદીપ બાગપતના વિસ્તારમાં પહોંચ્યો છે ત્યારે પોલીસે તેને ત્યાં જઈને ઘેરી લીધો હતો અને તેની પર ફાયરિંગ કર્યુ હતુ જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને હોસ્પિટલ લઈ જતા ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. સંદીપની સાથે અન્ય એક આરોપી છે તે હાલમાં ફરાર છે.

 

  • Follow us on: