કાનપુર પોલીસે ઓનલાઈન ટ્રેડિંગના નામ પર મોટાપાયા પર છેતરપિંડી આચરનારા એક આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ખુલાસો થયો છે. સિવિલ લાઈન વિસ્તારમાં ગ્લોબલ ટ્રેડપ્લાઝા નામથી ચાલી રહેલા આ ફ્રોડ કોલ સેન્ટરમાંથી લગભગ 50 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે માસ્ટરમાઈન્ડ પુલકિત દ્વિવેદીની ધરપકડ કરી લીધી છે.



નેટવર્કનો ફેલાવો થાઈલેન્ડ, અમેરિકા અને ખાડી દેશો સુધી ફેલાયેલો

જ્યારે આરોપીની પત્ની વર્તિકા અને સહયોગી સત્કામ સાહૂ ફરાર થયો છે. પોલીસે પુલકિતના ઘણા બેન્ક એકાઉન્ટમાં જમા 4.30 કરોડ રૂપિયા સિઝ કર્યા છે. આ સિવાય 65થી વધારે કોમ્પ્યુટર, 50 મોબાઈલ અને મોટી માત્રામાં દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ કોલ સેન્ટરમાં 150થી વધારે કર્મચારી હતા અને કોઈને પણ એક બીજા સાથે સીધી વાત કરવાની પરવાનગી નહતી. નેટવર્કનો ફેલાવો થાઈલેન્ડ, અમેરિકા અને ખાડી દેશો સુધી ફેલાયેલો હતો, જ્યાં વિદેશી ગ્રાહકો સાથે ઓનલાઈન ટ્રેડિંગના નામ પર છેતરપિંડી કરવામાં આવી રહી હતી.

ગેંગમાં વધુ લોકો સામેલ હોવાની પોલીસને શંકા

આ ગેંગ દ્વારા ગ્રાહકોને તેમના સામાનની ઉંચી બોલી લગાવવાની લાલચ આપવામાં આવતી હતી અને પછી રકમ લીધા બાદ સંપર્ક તોડી નાખવામાં આવતો હતો. છેતરપિંડી બાદ ઉપયોગમાં લેવામાં આવેલ ફોન નંબર તરત બંધ કરી દેવામાં આવતો હતો. પોલીસને શંકા છે કે ગેંગમાં વધુ લોકો સામેલ છે. જો કે હાલમાં આ ગેંગ વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે અને ગેરકાયદેસર રીતે હસ્તગત કરેલી મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

  • Follow us on: