કર્નાટકના ધર્મસ્થળ મંદિર ખાતે શંકાસ્પદ રીતે મૃતદેહોને દફનાવવાના મામલામાં મોટો વળાંક આવ્યો છે્. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે આ મામલો ઊભો કરનારા સફાઈકર્મીની જ ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે એસઆઈટી (SIT) ટીમને ખોટા દાવાઓથી ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મસ્થળ મંદિરમાં સફાઇ કરવાવાળા આ સફાઇ કર્મચારીએ દાવો કર્યો હતો કે તેણે ધર્મસ્થળના જુદા જુદા વિસ્તારોમાં 70થી 80 જેટલા મૃતદેહો દફનાવેલા છે.


નકલી ખોપડી? SITએ આખી રાત પૂછપરછ કરી

એસઆઈટીના વડા પ્રણવ મહાંતી અને તેમની ટીમે શુક્રવાર રાત્રે આ સફાઇકર્મીની ઉંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. પોલીસે કહ્યું કે સફાઈકર્મીએ જે ખોપડી રજૂ કરી હતી, તે ખોટી (ફેક) હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ફરિયાદકર્તાનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદીના નિવેદનો અને રજૂ કરેલા દસ્તાવેજોમાં અનેક વિસંગતતાઓ મળી આવી છે, જેના આધારે ધરપકડ કરાઈ છે. પોલીસે કહ્યું કે ફરિયાદીને તબીબી તપાસ માટે પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

શુ હતું ફરિયાદીનો દાવો?

આ વ્યક્તિ ધર્મસ્થળ મંદિરનો પૂર્વ સફાઈકર્મી છે. તેનો દાવો છે કે તે 1995થી 2014 સુધી ત્યાં કામ કરતો હતો અને તેના પર મહિલાઓ અને સગીરોના શંકાસ્પદ મૃતદેહોને દફનાવવાનું દબાણ કરવામાં આવતું હતું. આ મામલે તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ પણ નિવેદન આપ્યું છે. તેનું એમ પણ કહેવું હતું કે કેટલાક મૃતદેહોમાં તો યૌન શોષણના ચિહ્નો દેખાઈ આવ્યા હતા.

SITએ કઈ રીતે તપાસ આગળ ધપાવી?

તપાસ હેઠળ SITએ નેત્રાવતી નદીની કિનારે આવેલા જંગલ વિસ્તારના કેટલાંક સ્થળોએ ખોદકામ કર્યું હતું – તે તમામ સ્થળ ફરિયાદીએ દર્શાવ્યા હતા. બે જગ્યાએ માનવ કંકાલના અવશેષ મળ્યા છે.

ગૃહમંત્રીએ કહ્યું: “હજી તપાસ શરૂ પણ નથી થઈ”

કર્નાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરએ તાજેતરમાં વિધાનસભામાં કહ્યું હતું કે જો SIT ફરિયાદીના દાવાઓને ખોટા સાબિત કરશે, તો તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હજી માત્ર પ્રાથમિક સ્તરનું ખોદકામ થયું છે, તપાસ “હજી તો શરૂ પણ નથી થઈ”


  • Follow us on: