મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં આવેલા કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રામાં ભાગ લેવા આવેલા બે ભક્તોનું મોત થયું છે. આ કાવડ યાત્રા કથાકાર પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા આયોજિત કરવામાં આવી છે. યાત્રામાં ભાગ લેવા માટે દેશભરમાંથી લગભગ પાંચ લાખ ભક્તો પહોંચ્યા છે. અગાઉ પણ આ યાત્રામાં ભાગ લેવા આવેલી બે મહિલા ભક્તોનું નાસભાગ દરમિયાન મોત થયું હતુ. જેમાંથી એક ગુજરાત અને બીજા યુપીથી આવ્યા હતા.
બેકાબૂ થઇ ભીડ













