મધ્ય પ્રદેશના સીહોરમાં આવેલા કુબેરેશ્વર ધામમાં નાસભાગ થઇ છે. જેમાં બે મહિલાઓના મોત થયા છે. અને 12 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. કાવડિયાઓની ભીડ વધી જતા ધક્કા-મુક્કી થઇ હતી. અને ભીડ બેકાબૂ થતા આ નાસભાગ સર્જાઇ હતી. ઘાયલોને હૉસ્પિટલ ખસેડાયા છે. અને પોલીસે તપાસ શરુ કરી છે. મૃત મહિલાઓની ઉંમર 50 વર્ષની આસપાસ દર્શાવવામાં આવી છે.


કુબેરેશ્વર ધામમાં નાસભાગ

શ્રાવણ મહિનામાં કાવડિયાઓ શિવ ભક્તિમાં લીન હોય છે. ત્યારે મધ્ય પ્રદેશના સીહોરમાં આવેલા કુબેરેશ્વર ધામમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોવા મળે છે. અહીં કાવડ યાત્રાનું પણ ઘણુ મહત્ત્વ છે. આ કાવડ યાત્રા દરમિયાન નાસભાગ સર્જાઇ હતી. અને બે મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં તેમની સારવાર શરુ કરાઇ છે. સીહોરમાં આવેલા કુબેરેશ્વર ધામ પંડિત પ્રદીપ મિશ્રાની કાવડ યાત્રા દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ છે.

પોલીસ તપાસ શરુ

સીહોરમાં આવેલા કુબેરેશ્વર ધામ શ્રાવણ મહિના દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડ બેકાબૂ થઇ હતી. અને આ ભીડ પર કાબૂ મેળવવાના પ્રયાસ દરમિયાન ધક્કા-મુક્કી સર્જાઇ હતી. ધક્કા-મુક્કી દરમિયાન શ્રદ્ધાળુઓ વચ્ચે નાસભાગ થઇ હતી. અને દુર્ઘટના થઇ હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. સરકારે તપાસના આદેશ આપ્યા છે. 

  • Follow us on: