દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેણે તબીબી ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે. નેશનલ મેડિકલ કમિશને ચાર ડોક્ટરોના નામ ઇન્ડિયન મેડિકલ રજિસ્ટરમાંથી હટાવી દીધા છે. આ કાર્યવાહી ડોક્ટરો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃતિઓ અધિનિયમ હેઠળ FIR નોંધવાને કારણે કરવામાં આવી છે. આ પગલું દર્શાવે છે કે, તબીબી સુરક્ષાઓ પણ રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર મામલાઓમાં ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી રહી છે.
જેમના પર કાર્યવાહી થઇ તેમના નામ જાહેર
NMC દ્વારા જે ચાર ડોક્ટર પર કાર્યવાહી કરવામાં આવી છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ડો. મુઝફ્ફર અહમદ, ડો. અદીલ રાથેર, ડો. મુઝામિલ શકીલ અને ડો. શાહીન સઈદનો સમાવેશ થયા છે. આ તમામ ડોક્ટરો પર દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં આતંકવાદીઓને મદદ કરવા અથવા તેમની સાથે સંડોવાયેલા હોવાનો આરોપ છે. NMC દ્વારા IMR રજિસ્ટરમાંથી નામ હટાવવાનો અર્થ એ છે કે, આ ડોક્ટરો હવે ભારતમાં કાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી શકશે નહીં જે તેમના પર લાગેલા ગંભીર આરોપોની ગંભીરતા દર્શાવે છે.













