દિલ્હીમાં આતંકી હુમલા બાદ હવે તપાસ એજન્સીઓએ પોતાની તપાસ ઝડપી કરી દીધી છે. આ વચ્ચે લખનઉમાં રહેવા વાળી ડોક્ટર શાહીનની પણ ધરપકડ કરી છે. ડોક્ટર શાહીનના તાર પણ દિલ્હી વિસ્ફોટ અને ફરીદાબાદ આતંકી મોડ્યુલ સાથે જોડેલા મળ્યા છે. આ વચ્ચે તપાસ એજન્સીઓને ડોક્ટર શાહીનના ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. ડોક્ટર શાહીનના ફોનમાંથી ખુલાસો થયો છે કે ડોક્ટર શાહીનના ફોનમાં રહેલી Threema એપ્લિકેશન દ્વારા તે લોકો પોતાના નેટવર્ક વચ્ચે વાતચીત કરતા હતા. સૂત્રો અનુસાક ડો.ઉમર, ડો. મુજમ્મિલ અને ડો. શાહીન એક બીજા સાથે Threema એપ્લિકેશન દ્વારા વાતચીત કરતા હતા.
Threema એપનો કરતા હતા ઉપયોગ
હકીકતમાં, Threema એક એન્ક્રિપ્ટેડ એપ છે. Threema એપ દ્વારા વાત કરવા માટે ફોન નંબર કે ઇમેલ આઇીડીની જરૂરિયાત નથી પડતી. આ કારણે જે Threema એપ યુઝર્સને ટ્રેસ કરવું મુશ્કેલ હોય છે. સૂત્રો દ્વારા ડો ઉમર, ડો મુજમ્મિલ અને ડો, શાહિન વિસ્ફોટક એકત્રિત કરવા અને બ્લાસ્ટની પ્લાનિંગ માટે Threema એપ દ્વારા એક બીજાને કોન્ટેક્ટ કરતા હતા. સૂત્રો પ્રમાણે ડો ઉમર, ડો મુજમ્મિલ અને ડો શાહીને સંવેદનશીલ દસ્તાવેજ, નક્શો અને લેઆઉટ પ્લાન આ જ Threema એપ દ્વારા એક બીજાની સાથે શેર કર્યો હતો.













