દિલ્હી કાર બ્લાસ્ટ ઘટના બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ મેડિકલ કમીશને ચાર ડોક્ટરોના નામ IMR/NMR રજિસ્ટરમાંથી હટાવી દીધા છે. આ કાર્યવાહી UAPA હેઠળ નોંધવામાં આવેલી FIRના આધારે કરવામાં આવી છે.
UAPA હેઠળ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી
દિલ્હીમા લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની તપાસમાં ચોંકવાનારો ખુલાસો થયો હતો. આ ઘટના પાછળ ચાર ડોક્ટરોનું એક મોડ્યુલ હોવાનું સામે આવ્યું હતું. બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કારના ડ્રાઈવર ડોક્ટર મોહમ્મદ ઉમર સહિત ફરિદાબાદ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા ત્રણ ડોક્ટરોની પોલીસે ધરપકડ કરી છે. આ ડોક્ટરો સામે UAPA હેઠળ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.













