ડૉ.શાહીન જ્યારે કાનપુરમાં રહેતી હતી ત્યારે તે ત્રણ વ્યક્તિઓની સાથે નિયમિતરૂપથી મુલાકાત કરતી હતી.

કોણ છે હિજાબવાળી મહિલા ?

દિલ્હી બ્લાસ્ટ પહેલા ફરીદાબાદમાંથી ડૉ.શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી. અને બાદમાં આ મામલે નવા-નવા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે. પહેલા તેઓ કાનપુરમાં પણ રહી ચુક્યા છે. ત્યારે ડૉ.શાહીન શાહિદ જીએસવીએમ મેડિકલ કોલેજમાં કામ કરતી હતી. ડૉ.શાહીન શાહિદની ધરપકડ બાદ કોલેજનો સંપૂર્ણ સ્ટાફ સ્તબ્ધ છે. આ મામલે હવે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જે આશ્ચર્યચકિત કરે તેવા છે.

ત્રણ શખ્સો સાથે હતો સંપર્ક

ફામોકોલોજી વિભાગના અધ્યક્ષ ડૉ.શાહીન શાહિદ અચાનક નહી પણ પૂર્ણ યોજના બનાવીને ગાયબ થયા છે. ગાયબ થાય તે પહેલા તેઓ ત્રણ શખ્સો સાથે મુલાકાત કરતા હતા. આ શખ્સોમાં એક નાના કદની હિજાબ પહેરેલી મહિલા વધુ ચર્ચામાં છે. વર્ષ 2013માં મેડિકલ કોલેજમાંથી અચાનક ગાયબ થયા પહેલા ડૉ.શાહીન શાહિદના વર્તનમાં પરિવર્તન જોવા મળ્યુ હતુ. નોકરીની શરૂઆતમાં ડૉ.શાહીન શાહિદ હસમુખા સ્વભાવની હતી. પરંતુ બાદમાં તે ધીરે-ધીરે સ્ટાફથી દૂર થવા લાગી હતી. પરંતુ વિદ્યાર્થીઓ સાથે તેનો સંપર્ક મિત્રતાભર્યો હતો.

વર્તન અને વ્યવહારમાં પરિવર્તન

કેટલાક લોકોએ એ પણ કહ્યુ છે કે, કન્નોજમાંથી પરત ફર્યા બાદ તેમના વર્તન અને વ્યવહાર બદલાયેલા જોવા મળ્યા હતા. લોકો સાથે સંપર્ક સાધતી ડૉ.શાહીન શાહિદ અચાનક શાંત થઇ ગઇ હતી. પતિ ડૉ.જફર હયાતને છૂટાછેડા આપવુ એ પણ તેમની યોજનાનો એક ભાગ હતો. છૂટાછેડા બાદ તેણે પોતાના બન્ને સંતાનોને દૂર કર્યા હતા. અને બાદમાં અચાનક ગાયબ થઇ ગઇ હતી. ડૉ.શાહીન શાહિદના પતિ આ તમામ ઘટનાથી આશ્ચર્યચકિત છે. 

  • Follow us on: