ધમકી ભર્યો ઇમેલ મળતા પોલીસ સતર્ક થઇ છે. અને દરેક વિસ્તારમાં તપાસ શરુ કરી છે. આ ઉપરાંત દરેક વિભાગમાં એલર્ટ અપાયુ હોવાનું પણ પોલીસે જણાવ્યુ છે. ઇમેલમાં 34 ગાડીઓમાં બોમ્બ લગાવવાની ધમકી પણ અપાઇ છે.
મુંબઇ પોલીસે લીધુ એક્શન
મુંબઇ પોલીસને મળેલા ધમકીભર્યા ઇમેલમાં 400 કિલો આરડીએક્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને મુંબઇમાં આ આરડીએક્સથી બ્લાસ્ટ કરવામાં આવશે તેમ જણાવાયુ છે. આ ધમકીઓમાં 'લશ્કર-એ-જિહાદી' નામના સંગઠનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુંબઇ પોલીસે તુરંત તપાસ શરુ કરી છે. અને સ્થાનિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પણ પોલીસે જણાવ્યુ છે.
અગાઉ પણ આવ્યા છે ધમકીભર્યા ઇમેલ
22 ઓગસ્ટના રોજ પણ ઇસ્કોન મંદિરને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. મુંબઇના ગિરગાંવ વિસ્તારમાં સ્થિત ઇસ્કોન મંદિરની તપાસ હાથ ધરાઇ હતી. ઇમેલ બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ મંદિરે પહોંચી હતી. અને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે મુંબઇની એક હોટેલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી.
હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મુંબઇના વરલીમાં સ્થિત 'ફોર સીઝન' હોટેલને પણ એક ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. અજાણ્યા શખ્સે આ ઇમેલ મોકલીને પોલીસને દોડતી કરી હતી. હોટેલ તંત્રે તુરંત આ માહિતી પોલીસને આપી હતી. આ ઇમેલમાં તમિલનાડુ પોલીસ માટે યૂનિયન બનાવવાની માગ કરી હતી. ઇમેલ દ્વારા 7 આઇડીએક્સ અને આઇઇડી બ્લાસ્ટની પણ ધમકી અપાઇ હતી. આ ઇમેલમાં 'ફોર સીઝન' હોટેલના 3 વીઆઇપી રૂમનો ઉલ્લેખ કરાયો હતો.













