દિલ્હીમાં સ્કૂલોને ધમકી મળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. કોણ જાણે કોણ ધમકીઓ આપી રહ્યું છે. પરંતુ જે પણ વ્યક્તિ છે તે સ્કૂલ અને કોલેજોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. હમણા થોડા દિવસો પહેલા જ 5 જેટલી શાળાઓને ધમકી મળી હતી. ત્યારે હવે ફરી એકવાર 50 થી વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક સાથે આટલી શાળાઓને ધમકી મળતા પ્રશાસન દોડતુ થયુ છે. મહત્વનું છે કે 18 ઓગષ્ટે પણ 32 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાલ આ માહિતીને પગલે બોમ્બ સ્ક્વો઼ડ, ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ સ્થળ પર પહોંચી છે. 


કોણ આપી રહ્યું છે ધમકી? 

સવાલ એ થાય કે વારંવાર આ પ્રકારની ધમકીઓ મળી રહી છે તેની પાછળ કોનો હાથ છે.તેને શોધવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે. દિલ્હી પોલીસની ટીમ કદાચ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઇ હોવાનું લાગી રહ્યું છે પરિણામે વારંવાર આવા ધમકી ભર્યા ઇમેઇલ મળી રહ્યા છે. વારંવાર આ પ્રકારની ધમકીઓથી હવે તો બાળકો પણ શાળાએ જતા ડરી રહ્યા છે. સતર્કતાના ભાગરૂપે શાળાનું બિલ્ડિંગ આખુ ખાલી કરી દેવાય છે પરંતુ આ પ્રકારે વારંવાર મળતી ધમકીઓને કારણે શૈક્ષણિક કાર્યમાં રૂકાવટ આવી રહી છે. 

18 ઓગષ્ટે પણ મળી હતી ધમકી 

દિલ્હીમાં 18 ઓગષ્ટે  દ્વારકા સ્થિત ડીપીએસ સ્કૂલ સહિત અન્ય શાળાઓ તથા કોલજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.  સુરક્ષાના ભાગરૂપે સ્કૂલ પરિસર ખાલી કરાવીને તપાસ કરવામાં આવી હતી. . બોમ્બની ધમકી મળ્યાની માહિતી મળતા પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ તથા ફાયરવિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. દિલ્હી ફાયર વિભાગએ આ જાણકારી આપી. 7.24 કલાકે કંટ્રોલ રૂમ પર બોમ્બની ધમકી મળી હોવાની માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જુલાઇમાં દિલ્હીની 20થી વધારે સ્કૂલોને ઇમેઇલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી.

3 દિવસમાં 10થી વધારે શાળા-કોલેજને મળી ધમકી

શાળા ઉપરાંત દિલ્હીની આઇપી કોલેજ ફોર વિમેન, હિંદુ કોલેજ અને શ્રી રામ કોલેજ ઓફ કોમર્સને પણ ઇમેઇલ દ્વારા ધમકીઓ મળી હતી.. જો કે તપાસ બાદ કશું મળી આવ્યું ન હતું, 18 જુલાઈના રોજ, દિલ્હી પોલીસે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે દ્વારકામાં સેન્ટ થોમસ સ્કૂલ, વસંત કુંજમાં વસંત વેલી સ્કૂલ, હૌઝ ખાસમાં મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, પશ્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને લોધી એસ્ટેટમાં સરદાર પટેલ વિદ્યાલયને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 10 શાળાઓ અને એક કોલેજને આવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે.


  • Follow us on: