મુંબઈના છત્રપિત શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેની હેઠળ કસ્ટમ વિભાગે 4 દિવસની અંદર કરોડો રૂપિયાની તસ્કરીના પ્રયત્નોને નિષ્ફળ બનાવી દીધા છે. અહીં 21થી 24 સપ્ટેમ્બરની વચ્ચે કૂલ 21.8 કરોડ રૂપિયાની કિંમતના હાઈડ્રોપોનિક વીડ, વિદેશી નાણું અને સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તેની સાથે જ ઘણા તસ્કરોની પણ ધરપકડ કરવામાં આવી છે.


3 અલગ અલગ મુસાફરોને વિદેશી નાણા સાથે ઝડપી લેવામાં આવ્યા

કસ્ટમના એક અધિકારીએ જણાવ્યું કે આ કાર્યવાહી ગુપ્ત માહિતીની આધારે કરવામાં આવી હતી. સૌથી મોટો તસ્કરીનો કેસ બેંગકોકથી આવેલા એક મુસાફરનો છે. તેની પાસેથી 18.40 કરોડ રૂપિયાની કિંમતનો 18.4 કિલો પ્રતિબંધિત નશીલો પદાર્થ ઝડપાયો છે. ત્યારે કોલંબોથી મુસાફરી કરી રહેલા એક અન્ય યાત્રીની પાસે ટ્રોલી બેગમાં છુપાવીને રાખેલો 2.624 કિલો હાઈડ્રોપોનિક વીડ જપ્ત થયો છે. જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની અંદાજિત કિંમત 2.62 કરોડ રૂપિયા છે. બંને મુસાફરોની તરત જ ધરપકડ કરી લેવામાં આવી છે. 3 અલગ અલગ મુસાફરોની વિદેશી નાણા છુપાવીને લઈ જવાના કારણે પણ ધરપકડ કરવામાં આવી છે. તેમાં દુબઈ જઈ રહેલા એક મુસાફર પાસેથી 7.11 લાખ રૂપિયાની અઘોષિત વિદેશી નાણા જપ્ત કર્યા છે.

એરપોર્ટ પરિસરમાં છુપાવીને રાખેલા સોનાનો પણ ખુલાસો થયો

ત્યારે અન્ય એક મુસાફરની પાસેથી 49.38 લાખ રૂપિયાની વિદેશી કરન્સી મળી. આ સિવાય જકાર્તા જઈ રહેલા એક અન્ય મુસાફરની પાસેથી 19.17 લાખ રૂપિયાની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં એરપોર્ટ પરિસરમાં છુપાવીને રાખેલા સોનાનો પણ ખુલાસો થયો છે. ઈમિગ્રેશન કાઉન્ટરની પાસે બનેલા એક શૌચાલયમાંથી એક અજાણ્યા પેકેટ જપ્ત કરવામાં આવ્યા. તપાસમાં આ પેકેટમાંથી 365 ગ્રામ સોનું મળ્યું. જેની કિંમત 38.10 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કસ્ટમ વિભાગે સ્પષ્ટતા કરી કે મુસાફરો દ્વારા કરવામાં આવી રહેલી તસ્કરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલમાં જે રીતે તસ્કરી ઝડપાઈ રહી છે તે બતાવે છે કે એરપોર્ટ પર મજબૂત સુરક્ષા અને ઈન્ટેલિજન્સની મજબૂત હાજરી દાણચોરો દ્વારા ઉપયોગમાં લેવાતા દરેક નવા રસ્તાઓ સામે ભારે પડી રહ્યા છે. જુલાઈમાં મુંબઈ એરપોર્ટ પર 62 કરોડનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.   

  • Follow us on: