બળજબરીથી ધર્મ પરિવર્તન કરવાના આરોપમાં નાગપુરમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

પીડિતાની આપવીતી 

નાગપુરમાં આરોપી અયાઝે મહિલાનો હાથ પકડીને કંઈક વાંચ્યુ હતુ. તે દરમિયાન મહિલાએ કહ્યુ હતુ કે, મારો હાથ છોડી દો... છોડી દો. અને પછી તે રડે છે અને વિરોધ કરે છે, આ સમગ્ર ઘટનામાં મહિલા મને છોડી દો કહી રહી હતી. પરંતુ આરોપી તેનો હાથ પકડીને કંઇક મંત્ર બોલતો રહ્યો હતો. પીડિતાના મતે, ઘટના એક વર્ષ જૂની છે. આરોપી તેના પર મંત્ર વાંચતો અને ફૂંકતો, પછી તેના પર બળાત્કાર કરતો. મહિલાની ફરિયાદના આધારે, સોનેગાંવ પોલીસે એફઆઈઆર નોંધી અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં છિંદવાડાનો મૌલાના ફરાર છે.

પીડિત મહિલા હતી પ્રોપર્ટી ડિલર 

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાનો પતિ ભારતીય વાયુસેનામાં છે અને હાલમાં બીજા શહેરમાં પોસ્ટેડ છે. મહિલા પ્રોપર્ટી ડીલિંગમાં કામ કરે છે. ફેબ્રુઆરી 2025માં, આરોપી અયાઝે પ્લોટ ખરીદવાના બહાને તેનો સંપર્ક કર્યો. એફઆઈઆર અનુસાર, આરોપીએ મહિલાને વર્ધા રોડ પરની એક હોટલમાં લલચાવી હતી. મહિલાનો આરોપ છે કે તેને ડ્રગ્સ ભેળવીને જ્યુસ આપવામાં આવ્યો હતો. બેભાન હાલતમાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો, અને તેના ફોટા અને વીડિયો લેવામાં આવ્યા હતા.

ઘણી વખત જાતીય શોષણ

બાદમાં આ ગુનાહિત વીડિયોનો ઉપયોગ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીએ તેનું ઘણી વખત જાતીય શોષણ કર્યું હતું અને તેની પાસેથી આશરે 4 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મહિલાનો આરોપ છે કે તેના પર ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને ધાર્મિક વિધિઓની આડમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. મહિલાનો દાવો છે કે 31 મેના રોજ અયાઝ તેને બળજબરીથી નાગપુર નજીક કાલમેશ્વર લઈ ગયો હતો. ત્યાં, તેનો પરિચય છિંદવાડાના તામિયા ગામના રહેવાસી અમીન શેખ અને હઝરત મૌલાના સાથે થયો હતો.

ઇસ્લામ કબૂલ કરવા દબાણ 

ફરિયાદ મુજબ, ત્રણેય પુરુષો તેને એકાંત વિસ્તારમાં લઈ ગયા. મૌલાનાએ તેને "હું સ્વીકારું છું" કહેવા માટે દબાણ કર્યું. ત્યારબાદ તેણીને કહેવામાં આવ્યું કે તેનું ધર્માંતરણ પૂર્ણ થઈ ગયું છે અને તેના લગ્ન અયાઝ મદારે સાથે થઈ ગયા છે. મહિલાએ આરોપ લગાવ્યો કે, પછી તેની સાથે ફરીથી બળાત્કાર કરવામાં આવ્યો. 12 જૂનના રોજ જ્યારે તેનો પતિ ફરજ પરથી ઘરે પાછો ફર્યો, ત્યારે તેણે તેને ઘટનાની વાત કહી. ત્યારબાદ સોનેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

પોલીસ તપાસ શરુ 

પોલીસે આરોપીઓ સામે બળાત્કાર, વારંવાર જાતીય હુમલો, બ્લેકમેલ, ખંડણી, બળજબરીથી ધર્મ પરિવર્તન અને મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા અને કાળો જાદુ નિવારણ અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીના ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે અને ફોરેન્સિક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ કલકત્તાથી થાઇલેન્ડ સુધી બનશે રસ્તો, ભારતના માસ્ટરસ્ટ્રોકથી ફફડી ગયું ચીન

  • Follow us on: