કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દેશમાં નશાના કારોબાર સામે મોટો પ્રહાર કરતા જાહેરાત કરી છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા યુએઈ (UAE) થી આંતરરાષ્ટ્રીય ડ્રગ કિંગપિન વિરેન્દ્ર સિંહ બસોયાને સફળતાપૂર્વક ભારત પાછો લાવવામાં આવ્યો છે.
મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિની મોટી ઉપલબ્ધિ
કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ સફળતાને નશીલા પદાર્થો સામે મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિની એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે. બસોયા પર વિદેશમાં બેસીને ભારત સુધી ચાલતા વિશાળ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનો ગંભીર આરોપ છે.
