સોનમ અને રાજ કુશવાહા વિશે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. મૃતક રાજા રઘુવંશીના પરિવારે કહ્યું છે કે, સોનમ અને રાજ બંનેએ ડ્રગ્સનું સેવન કર્યુ હતુ. રાજા રઘુવંશીના ભાઈ વિપિને કહ્યું કે પોલીસે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવો જોઈએ અને આરોપીઓની કડક પૂછપરછ કરવી જોઈએ. જેથી હત્યાનું સત્ય સામે આવી શકે. રાજા રઘુવંશી કેસમાં થઇ રહેલા નવા ખુલાસાઓ તમામને ચોંકાવી રહ્યા છે.


રાજા રઘુવંશી હત્યા કેસનો મામલો

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે રાજાના પરિવારે સોનમ રઘુવંશી અને રાજ કુશવાહા પર ગંભીર આરોપો લગાવ્યા છે. રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ દાવો કર્યો હતો કે, સોનમ અને રાજ બંને ડ્રગ્સનું સેવન કરતા હતા. આ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓનું એક મોટું કારણ હોઈ શકે છે. વિપિન રઘુવંશીએ કહ્યું, "રાજા સાથે દગો કરવામાં આવ્યો છે. સોનમ અને રાજ ફક્ત વ્યક્તિગત રીતે સાથે ન હતા. તેઓ ડ્રગ્સ પણ લેતા હતા. હવે પોલીસે તેમની કડક પૂછપરછ કરવી જોઈએ તેવી વિનંતી રાજાના ભાઇએ કરી છે. વિપિનને ડર હતો કે રાજ અને સોનમ પણ તેમના નિવેદનો બદલી શકે છે, જેના કારણે કેસમાં સત્ય દબાઈ શકે છે. આ આધારે, રાજાનો પરિવાર સતત આરોપીઓનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી રહ્યો છે.

રાજાને ન્યાય મળવો જોઇએઃ મૃતક રાજાનો ભાઇ

હાલમાં પોલીસ તપાસ ચાલી રહી છે અને રાજાના પરિવારનો દાવો છે કે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે. પરિવાર એમ પણ કહે છે કે જ્યાં સુધી રાજાને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ ચૂપ નહીં બેસે. 

  • Follow us on: