રાજા રઘુવંશી હત્યા કેસમાં તેના ભાઇ વિપિન રઘુવંશીએ મેઘાલય પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. અને સીબીઆઇ તપાસ કરવાની માગ કરી છે. સિલોમ જેમ્સ સહિત અન્ય આરોપીઓને જામીન મળ્યા છે. આ જામીન મળ્યા બાદ વિપિને જણાવ્યુ હતુ કે, પોલીસ તપાસમાં જ કોઇ કચાશ હશે જેના કારણે આરોપીઓને સરળતાથી જામીન મળ્યા છે. એ કથિત ઓડિયો લીક થયા બાદ વિપિને આશંકા વ્યક્ત કરતા કહ્યુ છે કે, તેઓને સોનમના સમગ્ર પરિવાર પર શંકા છે.


સોનમના સમગ્ર પરિવાર પર શંકા

મૃતક રાજાના ભાઇ વિપિને આરોપ લગાવ્યો છે કે, તેને સોનમના સમગ્ર પરિવાર પર હત્યામાં સામેલ હોવાની શંકા છે. વિપિને મીડિયા સાથેની વાતચીતમાં કોલ રેકોર્ડિંગ અંગે માહિતી આપી હતી. તેણે કહ્યુ હતુ કે, આ ઓડિયો ક્લિપમાં સોનમ તેના પરિવાર સાથે વાતચીત કરી રહી છે. સોનમના પરિવારે કહ્યુ હતુ કે, તેમની સોનમ સાથે કોઇ વાતચીત નથી થતી. પરંતુ આ વાત ખોટી સાબિત થઇ છે. સોનમ અને ગોવિંદ 4 અઠવાડિયાથી વાતચીત કરી રહ્યા છે. તેનો સમગ્ર પરિવાર હત્યાકાંડના ષડયંત્રમાં સામેલ છે. હવે તેઓ સોનમના જામીન અંગે પ્રયાસ કરી રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો ? 

ઇંદોરમાં ટ્રાન્સપોર્ટ કારોબારી રાજા રઘુવંશીના લગ્ન 11 મેના રોજ સોનમ રઘુવંશી સાથે થયા હતા. 20 મેના રોજ તેઓ હનીમૂન માટે શિલોન્ગ ગયા હતા. 23 મેના રોજ અચાનક તેઓ ગુમ થયા હતા. અને તપાસ કર્યા બાદ 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક ખીણમાંથી મળી આવ્યો હતો. સોનમે ગુમન થવાના નાટક કર્યા બાદ યૂપીના ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યુ હતુ. સોનમ પર આરોપ છે કે, તેણે તેના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને પોતાના પતિ રાજાની હત્યા કરી છે. 

  • Follow us on: