મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં વેપારી રાજા રઘુવંશી હત્યા કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. ત્યારે કેસની તપાસ વધુ તેજ કરવા માટે શિલોંગ પોલીસ ઇન્દોર પહોંચી છે. અહીં શિલોંગ પોલીસે હત્યા કેસના સહ-આરોપી સિલોમ જેમ્સ સાથે વધુ તપાસ કરશે. પોલીસ આરોપીને એમઆર-3માં સ્થિત હરેસ કૃષ્ણા વિહાર સોસાયટીમાં એ ફ્લેટમાં લઇ ગઇ હતી. જ્યાં સોનમ હત્યાને અંજામ આપ્યા બાદ થોડા દિવસ રોકાઇ હતી. આ દરમિયાન તેનું કાળા કલરનું બેગ ગુમ થયુ હતુ. જે હવે આ કેસમાં મુખ્ય પુરાવા તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ બેગમાં કઇ-કઇ વસ્તુઓ હતી. તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ઇન્દોરમાં પ્રોપર્ટી ડીલર છે સહ-આરોપી સિલોમ જેમ્સ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સહ-આરોપી સિલોમ જેમ્સે બ્લેક બેગ ગુમ કર્યુ છે. આ તમામ વારદાત સોનમના કહેવા પ્રમાણે કરવામાં આવી હતી. આ બ્લેક બેગમાં હત્યાના પુરાવા, મોબાઇલ અને દસ્તાવેજ છે. શિલોંગ પોલીસે જ્યારે આ ફ્લેટની તપાસ કરી તો તેમાંથી માત્ર બળેલા દસ્તાવેજો જ હાથ લાગ્યા હતા. એફએસએલની ટીમે આ બળી ગયેલા કાગળો તપાસ અર્થે લેબોરેટ્રીમાં મોકલ્યા છે. તો આ તરફ, પોલીસને શંકા છે કે, સહ-આરોપી સિલોમ જેમ્સે પુરાવા નાશ કરવા માટે આ બ્લેક બેગને બાળી નાંખ્યુ હશે. જેથી પોલીસના હાથે કોઇ પણ પ્રકારની વસ્તુઓ કે પુરાવા ન લાગે.
બ્લેક બેગમાં ડિજિટલ અને ફિઝિકલ પુરાવાઓ
શિલોંગ પોલીસ સહ-આરોપી સિલોમ જેમ્સને મેઘાલય લઇ જશે. અને ત્યાં તેની સાથે કડક પૂછપરછ કરવામાં આવશે. જે દરમિયાન હત્યા સાથે સંકળાયેલા તમામ અન્ય રહસ્ય સામે આવશે. સોનમ રઘુવંશીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યુ હતુ કે, બ્લેક બેગ ગાયબ છે. જેમાં ડિજિટલ અને ફિઝિકલ પુરાવાઓ હતા. 11 મેના રોજ સોનમ-રાજા રઘુવંશીના લગ્ન થયા હતા. જે બાદ તેઓ 20 મેના રોજ હનીમૂન માટે મેઘાલય રવાના થયા હતા. અહીં સોનમે તેના અન્ય 3 મિત્રો સાથે મળીને તેમના પતિ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. અને તેના મૃતદેહને ખાઇમાં ફેંક્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં સમગ્ર હકીકત સામે આવી હતી. અને હવે સોનમ જેલના સળિયા પાછળ છે.