રાજા રઘુવંશી કેસમાં એક મોટુ અપડેટ સામે આવ્યું છે. જેમાં રાજાની હત્યાના એક કલાક બાદ પત્ની સોનમે તેના સોશિયલ મિડીયા અકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. સોનમે પોલીસને ગુમરાહ કરવા માટે એર યુક્તિ આજમાવી હતી. જે નિષ્ફળ રહી. સોનમે રાજાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. હાલ સોનમ અને અન્ય ચાર આરોપીઓ જેલમાં છે. મેઘાલય પોલીસે આ પાંચેય આરોપીઓને શિલોન્ગ કોર્ટમાં હાજર કર્યા છે.
સોનમ અને તેના સાથીઓએ રાજાની હત્યાને એક ઘટના બતાવવાની કોશિશ કરી હતી. રાજાની હત્યા બપોરે લગભગ એકથી દોઢ વાગ્યા વચ્ચે કરવામાં આવી. જ્યાં સોનમે બપોરે 2-15 વાગ્યે રાજાના ઈનસ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. સોનમે રાજાના અકાઉન્ટ પરથી લખ્યું કે એક જન્મમાં આટલા દુ:ખ છે તો ગુલદસ્તો તો નક્કી જ છે. તેણે પોસ્ટ લખતી વખતે એક અપશબ્દનો પણ ઉપયોગ કર્યો હતો.













