રાજા રઘુવંશી હત્યાકાંડના તમામ આરોપીઓને શિલોંગ પોલીસે ઝડપી લીધા છે. હવે આ તમામની બરાબરની મહેમાન ગતિ કરાશે. હવે પોલીસ તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવશે અને ઔપચારીક રીતે આજે કોર્ટમાં રજૂ કરાશે આ તમામ વચ્ચે જાણકારી સામે આવી રહી છે. પોલીસ હવે સોનમ અને રાજને આમને સામે રાખીને પૂછપરછ કરશે,
પોલીસે તમામ આરોપીઓને હાલમાં પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે
પોલીસે તમામ આરોપીઓને હાલમાં પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. જ્યાં સોનમને રાખવામાં આવી છે. સોનમ અને રાજ એક જગ્યાએ જ છે. જ્યાં આજે બંને આમને સામને થશે. તમામ આરોપીઓને શિલોંગ પોલીસે કમાન્ડોની સુરક્ષામાં રાખ્યા છે.
જ્યાં બે કલાક સુધી તપાસ ચાલી હતી
આ પહેલા જાણકારી મળી હતી કે મંગળવારે રાત્રે 11 કલાકે સોનમને લઇને ગુવાહાટી એરપોર્ટ પરથી બપોરે શિલોંગ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, મેડિકલ ચેકઅપ માટે ગણેશ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં બે કલાક સુધી તપાસ ચાલી હતી.
સાંજે સાડાત્રણની આસપાસ સોનમને ફરી એકવાર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી અને આજે ફરીથી તેને કોર્ટમાં રજૂ કરાશે, જ્યા પોલીસ તેના રિમાન્ડની માગ કરશે. આ તમામ વચ્ચે 4 બીજા આરોપીને આજે શિલોંગ લઇ જવાશે, જેની મેડિકલ તપાસ થશે અને ફરી કોર્ટમાં રજૂ કરાશે.
ભારે ભરખમ સુરક્ષા વચ્ચે આરોપીને રજૂ કરાશે
રાજા રઘુવંશી હત્યાકાંડમાં મુખ્ય આરોપી સોનમ રઘુવંશી અને આ ઘટનાને અંજામ આપનારા ચાર આરોપીયોની મેઘાલય પોલીસ આજે શિલોંગ લઇ જશે. આ ચારેય રાજ કુશવાહા, વિશાલ ઉર્ફે વિક્કી, આનંદ અને આકાશને મંગળવાર રાત્રે ઇન્દોરથી દિલ્હી અને પછી દિલ્હીથી ગુવાહાટી લાવવામાં આવશે. ગુવાહાટી એરપોર્ટ પર મેઘાલય પોલીસે વિશેષ ટીમ પહેલાજ સજ્જ કરી દીધી છે. આરોપીઓને લોખંડી કિલ્લાબંધીમાં રાખીને શિલોગ લઇ જવાશે.
હત્યા પછી ઇન્દોર આવી હતી સોનમ
રાજા રઘુવંશી હત્યા કેસમાં એક ખુલાસો થયો છે. જેમાં સોનમ રઘુવંશીએ હત્યા પછી મેઘાલયમાંથી ગુમ થઇ હોવાનું કહેવાય છે પણ સોનમ તો ઇન્દોર આવી ગઇ હતી એક ફ્લેટમાં 3 દિવસ સુધી છુપાયેલી રહી હતી. હવે સોનમને શિલોંગ લાવવામાં આવશે.