ઇન્દોરના રાજા રધુવંશી હત્યા કેસમાં એક પછી એક સનસનીખેજ ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ તમામ વચ્ચે હવે સોનમની વોટ્સએપ ચેટ સામે આવી છે. સોનમે લગ્નના 3 દિવસ પછી રાજાને મારવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. રાજ કુશવાહા અને સોનમની ચેટ્સ પરથી આ વાત સ્પષ્ટ થાય છે. સોનમે લગ્નના ફક્ત 3 દિવસ પછી જ રાજ કુળવાહાને રાજાને મારવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. લગ્ન પછી રાજા સોનમની નજીક આવવા મથતો હતો તે વાતથી સોનમ નારાજ હતી.
સોનમે રાજને કહ્યુ કે મારી મુશ્કેલી વધી રહી છે, રાજ કુશવાહાને સાથે લઇને રાજાને મારવા મેઘાલય જવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
હત્યાના ઇરાદાથી જ આ ટ્રિપ પસંદ કરી હતી
આ જ કારણ હતુ કે સોનમે જ આખી હનીમૂનની ટ્રીપ ડિઝાઇન કરી હતી. રાજાને જાણી જોઇને તે એવી જગ્યાએ લઇ જવા માંગતી હતી જ્યાંથી તે સરળતાથી રાજાને મોતને ઘાટ ઉતારી શકે. આથી જ ખુબજ દૂરના લોકેશનવાળી ટ્રીપ પસંદ કરી હતી. હાલતો સોનમ ગાઝીપુર ઉત્તરપ્રદેશમાં પોલીસની સમક્ષ આત્મસમર્પણ કરી ચુકી છે. તેને મેઘાલય પોલીસ શિલોંગ લઇ જઇ રહી છે. સોનમ અને રાજાના લગ્ન 11મેના રોજ ઇન્દોરમાં થયા હતા. 20 મેના મેઘાલય જવા રવાના થયા અને 23મેથી ગુમ થયા હતા.
રાજાના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો
રઘુવંશીનો મૃતદેહ 2 જૂને મેઘાલયના પૂર્વી વિસ્તારમાં સોહરા વિસ્તારમાં ઝરણ પાસે એક ઉંડી ખીણમાં મળ્યો હતો. રાજાના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો હતો કે તેની હત્યા ધારદાર હથિયારથી મારીને કરવામાં આવી હતી.
સોનમ ગાઝીપુર કેવી રીતે પહોંચી, સીસીટીવી ખંગાળી રહી છે પોલીસ
સોનમ ગાઝીપુર કેવી રીતે પહોંચી આ સવાલ હજુ પણ પહેલી જ છે. જે ઢાબા પર સોનમ મળી તે ચોબેપુર કૈથી સ્થિત ટોલ પ્લાઝા પાસે છે. હી સીસીટીવી લાગેલુ છે. પોલીસ હવે ટોલ પ્લાઝા પર વારાણસી અને ગાઝીપુરના મુખ્ય રસ્તાઓ પર સીસીટીવી ચેક કરી રહી છે. આ સિવાય ગાઝીપુર શહેર અને તેના બહારના વિસ્તારોમાં લાગેલા CCTV ચેક કરી રહી છે જેથી કરીને તમામ કડીઓને જોડી શકાય. સોનમ કઇ ગાડીથી આવી અને તેને કોણ છોડવા આવ્યુ હતુ. આ તમામ મામલે કહી પણ કહેવા ગાઝીપુર પોલીસ બચી રહી છે.