ઇન્દોરની સોનમ રઘુવંશી હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. ઘર-ઘરમાં તેની ચર્ચા છે. હજુ તો હાથ પર મહેંદી ગઇ ન હતી ને સોનમના હાથ પર પતિના લોહીના છાંટા ઉડ્યા. લગ્નના એક મહિનામાં જ પતિ રાજા રધુવંશીની હત્યામાં સોનમ ચારે બાજુથી ઘેરાઇ ગઇ છે. મેઘાલય પોલીસે યૂપી ગાઝીપુરથી પોતાની સાથે સોનમને બિહાર અને પછી ગુવાહાટી શિલોંગ લઇ જવામાં આવી રહી છે.
આખી રાત મૌન રહી સોનમ, ન ખાધુ, ન કોઇ સાથે વાતચીત કરી
ધરપકડ પછી સોનમને શિલોંગ પોલીસ પોતાની સાથે લઇ જઇ રહી છે. આ દરમિયાન સોનમે આખા રસ્તે એક હરફ સુદ્ધા ઉચ્ચાર્યો ન હતો. ફક્ત એટલુ જ કહેતી રહી કે મારૂ માથુ ફાટે છે. અધિકારીઓએ જ્યારે તેને જમવાનું કહ્યુ તો તેણે ચોખ્ખી ના પાડી દીધી. વારંવાર આગ્રહ કરવા છતા સોનમે જમવાની ના પાડી દીધી. સોનમે કહ્યુ તેને સખત માથુ ફાટે છે અને તે સુઇ નથી શકતી. શિલોંગ પોલીસે રસ્તામાં તેને જમાડવાની અને આરામ કરાવવાની વાત કહી વાત કરી પણ તે ન માની. પોલીસે સતત તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તે એક શબ્દ પણ ન બોલી, એક જ વાત કરતી રહી કે મને માથુ દુખે છે.
BR-01PR-6242 નંબરની ગાડીથી લઇ જવામાં આવી
ધરપકડ પછી સોનમને જે ગાડીમાં શિલોંગ પોલીસ લઇ ગઇ તે ગાડીનો નંબર BR-01PR-6242 કહેવામાં આવી રહ્યો છે. આ ગાડી બિહારના બક્સર જિલ્લાથી પટના પહોંચી. આ મુસાફરી દરમિયાન યુપી પોલીસે ઉત્તરપ્રદેશ સીમા પાર કરવામાં બિહાર પોલીસની મદદ કરી હતી. હવે સોનમને ફ્લાઇટથી કોલકત્તા લઇ જવામાં આવી રહી છે. કોલકત્તાથી ગુવાહાટી અને પછી શિલોંગ પહોંચાડી દેવામાં આવશે.
હત્યાનો માસ્ટરમાઇન્ડ પ્રેમી નિકળ્યો
શિલોંગ પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે કે સોનમની ભૂમિકા આ હત્યાકાંડમાં સૌથી વધારે છે. પોલીસનું કહેવુ છે કે સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહા સાથે મળીને પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યાનું ષડયંત્ર કર્યુ, આ અચાનક લેવામાં આવેલ નિર્ણય ન હતો. યોજનાકરીને આખી હત્યાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. 4 કોન્ટ્રાક્ટ કિલર્સને શિલોંગ બોલાવ્યા હતા. પોલીસે આ 4 લોકોની ધરપકડ કરી લીધી છે, તેમની પુછપરછથી અનેક રહસ્યો પરથી પરદા ઉઠશે.