જે સોનમને ઘરની વહૂ નહી દીકરી માનીને વિવાહ કરીને લઇ ગયા હતા તે પરિવારનો થોડા સમયમાં જ વિશ્વાસ જીતી લીધો હતો. એ જ સોનમ આવુ કરશે એવુ કોઇએ સપને પણ વિચાર્યુ નહી હોય, હજુતો પ્રભુતામાં પગલા પાડ્યા અને તેના હાથ પતિના લોહીથી રંગાયા. સોનમની બંને જેઠાણીએ આ અંગે જણાવ્યુ કે સોનમ આવુ કરશે તે અમને કોઇને જાણ ન હતી. જો કે સોનમે લગ્નના માત્ર 3 દિવસમાજ આખો પ્લાન ઘડી કાઢ્યો હતો.


હનીમૂન પર જવાનો પ્લાન તો હતો જ પણ છેલ્લી ઘડીએ બધુજ બદલાઇ ગયુ

હનીમૂન પર જવાનો પ્લાન તો હતો જ પણ છેલ્લી ઘડીએ બધુજ બદલાઇ ગયુ ટિકીટથી લઇને જગ્યા અને તારીખ બધુ જ સોનમે પોતાના હિસાબે નક્કી કર્યુરાજાને છેલ્લી ઘડી સુધી આ વાતનો અંદેશો પણ ન આવ્યો કે તેની જીવન સંગીની આવુ કરી શકે છે. બંને હનીમૂન પર અલગ અલગ નીકળ્યા સોનમ તેના ઘરેથી નીકળી તો રાજા તેના ઘરેથી

સોનમની મોટી જેઠાણી બીપીન રઘુવંશીની પત્નીએ જણાવ્યુ કે સોનમે છેલ્લી ઘડીએ આખો પ્લાન બદલી નાંખ્યુ. સોનમ લગ્ન પછી ફક્ત 4 દિવસ સાસરીમાં રહી 15મેના વિદાઇ થઇ અને 19 મે સુધી ઘરમાં રહી, 20મેના તે પિયર શિલોંગ જતી રહી, જેઠાણીએ જણાવ્યુ કે તે ખુદ હનીમૂન માટે પોતાના ઘરેથી નીકળી હતી અને રાજા પોતાના ઘરેથી નીકળ્યો હતો, જેઠનો મહિનો ચાલતો હતો એટલે સાસરે રોકાઇ શકે નહી પ્લાન હતો કે અમાસે સોનમને તેડી લાવશે અને ફરી ફરવા જશે, જો કે સોનમે અચાનક હનીમૂનની યોજના બદલી દીધી હતી.

સોનમે જ આખી હનીમૂનની ટ્રીપ ડિઝાઇન કરી હતી. રાજાને જાણી જોઇને તે એવી જગ્યાએ લઇ જવા માંગતી હતી જ્યાંથી તે સરળતાથી રાજાને મોતને ઘાટ ઉતારી શકે. આથી જ ખુબજ દૂરના લોકેશનવાળી ટ્રીપ પસંદ કરી હતી. હાલતો સોનમ ગાઝીપુર ઉત્તરપ્રદેશમાં પોલીસની સમક્ષ આત્મસમર્પણ કરી ચુકી છે. તેને મેઘાલય પોલીસ શિલોંગ લઇ જઇ રહી છે. સોનમ અને રાજાના લગ્ન 11મેના રોજ ઇન્દોરમાં થયા હતા. 20 મેના મેઘાલય જવા રવાના થયા અને 23મેથી ગુમ થયા હતા.

ટીકિટ, તારીખ અને જગ્યા સોનમે નક્કી કર્યા

પરિવારનો દાવો છે કે હનીમૂનની આખી યોજના સોનમે તૈયાર કરી હતી. તેણે તારીખ અને જાણકારી આપી રાજાના પરિવારે સવારે હનીમૂન પર શિલોંગ જઇ રહ્યા હતા. રવિવારે સાંજે સોનમે જણાવ્યુ કે પરિવારે હવે મંગળવારે નીકળવુ છે સોમવારે બંનેએ સાથે ખરીદી કરી હતી અને મંગળવારે બંને શિલોંગ રવાના થયા. 

  • Follow us on: