મઘ્યપ્રદેશના ઇન્દોરમાં રાજા રઘુવંશી હત્યા કેસમાં એક પછી એક નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હવે આ મામલે સોનમની નણંદ અને રાજા રઘુવંશીની લાડકી બહેન સૃષ્ટીએ મૌન તોડ્યુ છે. રડતા રડતા સોનમને આકરી સજા મળે તેવી સૃષ્ટીએ વાત કરી છે. જ્યારથી આ કેસ સામે આવ્યો છે સોનમ હોય કે રાજા રાજ હોય કે તેના હત્યારાઓ તમામના પરિવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સૃષ્ટી રઘુવંશી પ્રમોશન વીડિયો બનાવે છે જેને લઇને હાલ તે ખુબ ટ્રોલ થઇ રહી છે.
જો મે મારા ભાઇની પોસ્ટ શેર ન કરી હોત તો કદાચ મારા ભાઇના મોતના આરોપી આજ સુધી પકડાયા ન હોત
હવે ટ્રોલર્સને સણસણતો જવાબ આપતા સૃષ્ટીએ કહ્યુ છે કે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે નહી પણ મારા ભાઇને ન્યાય મળે તે માટે આ વીડિયો બનાવી રહી છુ. જો મે મારા ભાઇની પોસ્ટ શેર ન કરી હોત તો કદાચ મારા ભાઇના મોતના આરોપી આજસુધી પકડાયા ન હોત. રાજા રઘુવંશીની બહેન એક સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્સર છે. ભાઇ રાજાના અનેક વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. રાજાના મૃત્યુ પછી તેના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે.
જીવનમાં ફોલોઅર્સ જ બધુ નથી હોતા
સોશિયલ મીડિયા પર જ્યારે કેટલાક લોકોએ સૃષ્ટીને ટ્રોલ કરવી શરૂ કરી ત્યારે તેણે સ્પષ્ટ કર્યુ કે મે મારો ભાઇ ગુમાવ્યો છે. જીવનમાં ફોલોઅર્સ જ બધુ નથી હોતા. મારા ભાઇને ખુબજ ખરાબ રીતે મારી દેવામાં આવ્યો હત્યા પણ કોણે કરી તેની જ પત્નીએ.
તારા ભાઇની હત્યા થઇ છે તારા ચહેરા પર કોઇ ભાવ નથી
આ તમામ વચ્ચે સૃષ્ટી જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતી હતી તો કેટલાક પ્રશંસકોએ તેને ટોકી હતી અને કહ્યુ હતુ કે જે ઘરનો ચિરાગ બુઝાયો છે. મોતનો મલાજો તો જાળવ તારા ભાઇની હત્યા થઇ છે તારા ચહેરા પર કોઇ ભાવ નથી. બીજા યૂઝરે લખ્યુ કે તારા જેવી બહેન હોવા કરતા ન હોવી વધારે સારી. તમાશો કરી સોશિયલ મીડિયામાં છવાઇ જવાનું બંધ કરો. કોઇકે તો કહ્યુ કે રિપોર્ચ કરો આ બેશરમ મહિલાને કંઇ પડી જ નથી ભાઇની હત્યા થઇ છે તેને પ્રસિદ્ધિની પડી છે.