ઇન્દોરના ખજરાના વિસ્તારના કૉંગ્રેસના કોર્પોરેટર રુબીના ઇકબાલ ખાને રાજા રઘુવંશી હત્યા કેસ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ રાજ અને સોનમના ભાઇ-બહેન વાળા સંબંધો પર ટીપ્પણી કરી છે. તેઓએ કહ્યુ છે કે, જો રાજ અને સોનમ ભાઇ બહેન હોય તો રાખી બંધતા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરે. રાજા રઘુવંશી હત્યા કેસમાં નવા-નવા ખુલાસા થતા કેસમાં અલગ જ એન્ગલો સામે આવી રહ્યા છે.


રાખી બાંધતો ફોટો કરો અપલોડઃ કૉગ્રેસના કોર્પોરેટર

ઇન્દોરના ટ્રોન્સપોર્ટના વેપારી રાજા રઘુવંશીના હત્યા મામલે દેશભરમાં ચકચાર જોવા મળ્યો હતો. ત્યારે હવે આ મામલે ઇન્દોરના ખજરાના વિસ્તારના કૉંગ્રેસના કોર્પોરેટર રુબીના ઇકબાલ ખાનની ટિપ્પણી સામે આવી છે. તેઓએ સોનમ અને રાજ મામલે પ્રતિક્રિયા આપી છે. રુબીનાએ જણાવ્યુ છે કે, જો રાજ અને સોનમ ભાઇ-બહેન હોય તો રાખી બાંધતો ફોટો અપલોડ કરે. આ હત્યા કેસે સામાજિક અને નૈતિક જવાબદારીઓ પર મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. રુબિનાએ વધુમાં જણાવ્યુ હતુ કે, સોનમ અને રાજના પરિવારના સભ્યોએ આપેલા નિવેદનો હાસ્યાસ્પદ છે. જો આ બન્ને વ્યક્તિઓ ભાઇ-બહેન હોય તો એકબીજાને રાખડી બાંધે અને આ રાખડી તેઓ પોતે મોકલશે તેમ જણાવ્યુ હતુ. ખજરાના વિસ્તારના કૉંગ્રેસના કોર્પોરેટર રુબીના ઇકબાલ ખાને વધુમાં કહ્યુ હતુ કે, આ મર્ડર કેસે ભાઇ-બહેનના પવિત્ર સંબંધ પર કલંક લગાવ્યો છે. રુબીના ઇકબાલે સોનમને 'ઠરકી મહિલા' કહ્યુ હતુ અને જણાવ્યુ હતુ કે, સમગ્ર ઇન્દોર ઇચ્છે છે કે તેને કડક સજા આપવામાં આવે.

શું હતો મામલો ?

સોનમ અને રાજાએ મે મહિનામાં લગ્ન કર્યા હતા. અને બાદમાં હનીમૂન માટે મેઘાયલ ગયા હતા. જ્યાં સોનમે તેના મિત્રો અને પ્રેમી સાથે મળીને રાજાને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કર્યા બાદ સોનમ ઇન્દોર પણ આવી હતી. અને ફરી મેઘાલયમાં ગુમ થઇ હોવાનું નાટક કર્યુ હતુ. પોલીસે કડક તપાસ હાથ ધર્યા બાદ સોનમને પકડવામાં આવી હતી. અને તેણે હત્યા સંબંધે તમામ વાતો સ્વીકારી હતી. હાલ સોનમ અને રાજ કુશવાહા મેઘાલયની જેલમાં બંધ છે. અને રાજા રઘુવંશીનો પરિવાર સોનમને કડકમાં કડક સજા થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.  

  • Follow us on: