રાજા રઘુવંશી હત્યા કેસ મામલે રોજ નવા નવા ખુલાસાઓ થતા રહે છે. ત્યારે મૃતક રાજાના પરિવારના સભ્યો અંતિમ શ્વાસ સુધી ન્યાય માટે લડી રહ્યા હોવાની વાત કરતા જોવા મળ્યા હતા. આ કેસમાં વધુ એક ખુલાસો થઇ શકે છે. કારણ કે મૃતક રાજાના ભાઇ વિપિન મંગળવારે શિલોન્ગ જશે અને જામીન રદ્દ કરવા માટે રજૂઆત કરશે.


વિપિન જશે શિલોન્ગ

મૃતક રાજાના પરિવારને જણાવ્યુ હતુ કે, જે રીતે ત્રણ આરોપીઓને સરળતાથી જામીન મળી ગયા હતા. તે ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે. વિપિન રઘુવંશીએ જણાવ્યુ હતુ કે, તેઓને આશા હતી કે આ ત્રણેય આરોપીઓને જામીન મહી મળે. પરંતુ જે સરળતાથી આ લોકોને જામીન મળ્યા છે. તે ન્યાય વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા કરે છે. પરંતુ હવે ડર છે કે, અન્ય આરોપી રાજ કુશવાહાને પણ જામીન ન મળી જાય. આ જામીન રદ્દ કરાવવા માટે વિપિન શિલોન્ગ જશે.

ન્યાયની લડત અંતિમ તબક્કામાં

રાજાના પરિવારે માગ કરી છે કે, સોનમ અને રાજ કુશવાહાનો નાર્કો ટેસ્ટ થવો જોઇએ. જેના કારણે સમગ્ર સત્ય બહાર આવે અને તેઓ પોતાના નિવેદન પરથી ફરી ન જાય. વિપિને જણાવ્યુ હતુ કે, કેસમાં હજુ કેટલાયે રહસ્ય છે. અને તેની હકીકત લોકો સામે આવવી જોઇએ. રાજાને ન્યાય અપાવવા માટે તેમનો પરિવાર વધુને વધુ પ્રયાસ કરતો જ રહેશે. હત્યાકાંડ પ્રકરણમાં હવે ન્યાયની લડત અંતિમ તબક્કામાં આવી ચુકી છે. 

  • Follow us on: