દિલ્હીના CM પર હુમલાને લઇ રાજકોટમાં તપાસ શરુ કરાઇ છે. દિલ્હી પોલીસ રાજકોટમાં પહોંચી છે. અને રાજકોટમાં દિલ્હી પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. મળેલી માહિતી મુજબ આરોપી રાજેશ સાકરિયાની નીકટ ગણાતા રાજકોટના 5 શખ્સની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી છે અને તેમાંથી 1 શખ્સને પોલીસ દિલ્હી લઇ ગઇ છે. આ શખ્સે રાજેશ સાકરીયાને 2 હજાર રુપિયા ટ્રાન્સફર કર્યા હતા . તેનું નામ તેહસીન સૈયદ હોવાનું બહાર આવ્યું છે.


મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બે દિવસ પહેલાં જ્યારે તેમની કેમ્પ ઓફિસમાં લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટનો રાજેશ ખીમજી સાકરીયા પણ ત્યાં પહોંચ્યો હતો અને તેણે શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલી દેવા મામલે અસંતોષ પ્રગટ કરીને મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો.

 પોલીસ પૂછપરછમાં તેણે વિચીત્ર વાર્તાઓ પોલીસને સંભળાવી

જો કે પોલીસ પૂછપરછમાં તેણે વિચીત્ર વાર્તાઓ પોલીસને સંભળાવી હતી. જો કે પોલીસે તેની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને તેનો મોબાઇલ જપ્ત કર્યો હતો. તેના મોબાઇલ ફોનમાંથી કેટલાક શંકાસ્પદ ફોન નંબર પણ પોલીસને મળ્યા હતા જેમની સાથે રાજેશ સંપર્કમાં હોવાનું જણાયું હતું.

રાજેશ સાથે નીકટતા ધરાવનારા 5 લોકોની પોલીસે પૂછપરછ કરી

તપાસ કરવા માટે દિલ્હી પોલીસની એક ટીમ રાજકોટ પણ પહોંચી હતી અને રાજેશ સાથે સાંઠગાંઠ ધરાવનારા અથવા તેની સાથે સંપર્કમાં રહેનારા લોકોની પૂછપરછ કરી હતી. રાજેશ સાથે નીકટતા ધરાવનારા 5 લોકોની પોલીસે પૂછપરછ કરી હતી જેમાં રાજેશને 2 હજાર રુપિયા મોકલનારા તહેસીન સૈયદ નામના શખ્સને વધુ તપાસ માટે દિલ્હી લઇ જવાયો છે. દિલ્હી પોલીસની તપાસમાં હજું વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.


  • Follow us on: