સોનમ રાજા રધુવંશી હત્યા કેસ મામલે રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ક્યારેક ઇન્દોર પોલીસ શિલોંગ પહોંચે છે. તો શિલોંગ પોલીસ ઇન્દોર આવે છે. ઇન્દોરમાં શંકાસ્પદ ફ્લેટની તપાસ કરવામાં આવે છે. તો શિલોંગમાં ઘટના સ્થળેની ચકાસણી થાય છે. સોનમ, રાજા અને રાજ વચ્ચે કેસની મુંઝવણ થઇ રહી છે. અને તેનો નિકાલ કરવા માટે કવાયત હાથ ધરાયો છે. રાજા રઘુવંશીના હત્યામાં ઉપયોગમાં લેવાયેલો ધારદાર ચાકુ ઘટના સ્થળેથી મળી આવ્યો છે. જેના આધારે પોલીસે આગામી તપાસ શરુ કરી છે.
હત્યા કેસમાં થતા નવા ખુલાસાઓ
રાજા રઘુવંશીના હત્યા કેસમાં પોલીસને એ પાંચ વસ્તુઓની તપાસ છે. જે સમગ્ર મામલામાં વળાંક લાવી શકે છે. પિસ્તોલ, પાંચ લાખ રુપિયા, લેપટોપ અને રાજાની સોનાની ચેન તથા અંગૂઠી ગાયબ છે. જેની તપાસ પોલીસ કરી રહી છે. 23 મેના રોજ શિલોંગમાં થયેલા રાજાના મર્ડર કેસે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. આ હત્યાકાંડમાં કે.કે.પ્લાઝા, ગ્વાલિયરના ગાંધીનગરમાંથી લોકેન્દ્ર સિંહ તોમરની ધરપકડ કરવામાં આવી હતી. લોકેન્દ્ર સિંહ તોમર એજ વ્યક્તિ છે જેણે જેના ફ્લેટમાં સોનમ હત્યા બાદ રોકાઇ હતી. અને કાળા કલરનું બેગ છુપાવીને ગઇ હતી.
કાળા બેગનું રહસ્ય શું ?
આ કાળું બેગ સોનમના પ્રેમી રાજ કુશવાહાના ઇશારે આરોપી વિશાલે સોનમને દેવાસ નાકા પાસે આપ્યુ હતુ. ધરપકડ દરમિયાન રાજ અને સોનમે કાળા બેગનો ઉલ્લેખ કર્યો હતો. પહેલા રાજાને પિસ્તોલથી મારી નાંખવાની યોજના હતી. જે સીકલીગરથી ખરીદવામાં આવી હતી. પરંતુ બાદમાં મેઘાલયના સ્થાનિય હથિયાર ડોવથી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. કાળા બેગમાં પાંચ લાખ રોકડા હોવાની વાત પણ રાજ અને સોનમે પોલીસે સામે કબૂલી હતી. આ કાળુ બેગ ઇન્દોરના ખાલી ફ્લેટમાં છુપાવ્યા હોવાની વાત પોલીસ સમક્ષ કબૂલવામાં આવી હતી. તો આ ઉપરાંત લેપટોપ પણ ફ્લેટમાં મુકયા હોવાની કબૂલાત કરવામાં આવી છે. લેપટોપ દ્વારા પોલીસને મહત્ત્વના પુરાવા મળી શકે છે. અને કેસ હલ કરવા માટે મહત્ત્વની કડી મળી શકે છે.