રાજા રઘુવંશી હત્યા કેસના કારણ તરીકે પ્રેમ કહાની અને વેપારી સાંઠગાંઠ જ માનવામાં આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે મેઘાલય પોલીસને એવા પુરાવા હાથ લાગ્યા છે જે તંત્ર-મંત્ર તરફ ઇશારો કરે છે. હત્યા કેસની કહાની સમગ્ર પણે બદલી શકે છે. કારણ કે નવા પુરાવા અલગ જ દ્રષ્ટીકોણ દર્શાવી રહ્યા છે. અગાઉ મૃતક રાજાના પરિવારે કહ્યુ હતુ કે, સોનમ તાંત્રિક વિદ્યાઓ કરે છે. જેના કારણે રાજાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે જયારે પોલાસને પણ આ અંગે પુરાવા મળ્યા છે તો કેસમાં અમુક બાબતો સત્ય સાબિત થઇ રહી છે.
હાથ લાગ્યા મહત્ત્વના પુરાવાઓ
ઇન્દોરના વેપારી રાજા રઘુવંશી મર્ડર કેસમાં નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. ત્યારે હવે કેસમાં નવો વળાંક આવ્યો છે. અને તાંત્રિક વિદ્યાનું પ્રકરણ સામે આવ્યુ છે. સોનમ પર અગાઉ તંત્ર-મંત્ર વિદ્યા કરતી હોવાનો આરોપ લાગી ચુક્યો છે. ત્યારે પોલીસને પણ આ દિશામાં જ પુરાવાઓ મળી રહ્યા છે. તેથી સમગ્ર બાબતો હવે હકીકત બનતી નજર આવી રહી છે. મૃતક રાજાના પિતાએ અગાઉ પોલીસને કહ્યુ હતુ કે, ખરાબ નજરથી બચાવવા માટે સોનમે પોતાના ઘરની બહાર એક પોટલી લટકાવી હતી. જે હવે રાજાના મોત બાદ ગાયબ થઇ ગઇ છે. તો આ તરફ, સોનમના મિત્રો પણ જણાવી રહ્યા છે કે, તેમને પણ શંકા છે કે, સોનમ તંત્ર વિદ્યા કરી શકે છે. મેઘાલય પોલીસને સોનમ અને આરોપીઓ વચ્ચે કરવામાં આવેલા મેસેજ દ્વારા તંત્ર-મંત્ર ક્રિયા થઇ હોવાના સંકેત મળ્યા છે.
સોનમે આપી હતી ધમકી
પોલીસની પૂછપરછમાં સોનમે રાજ કુશવાહા સાથે પ્રેમ સંબંધની વાત સ્વીકાર હતી. તેણે કહ્યુ હતુ કે, તે અને રાજ રાજાને પોતાના જીવનમાંથી હટાવવા માંગતા હતા. સોનમના માતા-પિતાએ રાજ સાથેના તેના સંબંધો સ્વીકાર્યા ન હતા. અને લગ્ન કરવા મનાઇ કરી હતી. ત્યારે સોનમે તેના માતા-પિતાને ધમકી આપી હતી કે, રાજા સાથેના લગ્ન કરાવવામાં આવી રહેલા તેના લગ્ન બન્ને પરિવાર માટે ભારે પડશે.