રાજા રઘુવંશી હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. પોલીસ તપાસમાં હાથ લાગેલા પુરાવાઓ કેસને નવો વળાંક આપી રહ્યા છે. ત્યાર મૃતક રાજાની માતાએ એક મહત્ત્વનો ખુલાસો કર્યો છે. તેઓએ કાળા જાદુ વિશે ખુલાસો કર્યો છે. ઉમા દેવીએ પોલીસને જણાવ્યુ હતુ કે, સોનમ મેલી વિદ્યા જાણતી હતી. તેણે રાજા પર કાળા જાદુનો પ્રયોગ કર્યો હતો. ઉજ્જૈનમાં સોનમે કાળા જાદુનો પ્રયોગ કર્યો હતો. અને એક કાળી ઢીંગલી રાજાને આપી હતી.
ઉજ્જૈનની ડરામણી રાત વિશે ખુલાસો
મૃતક રાજાની માતા ઉમા દેવીએ ઉજ્જૈનની ડરામણી રાત વિશે ખુલાસો કર્યો છે. ઉમા દેવીએ પોલીસને જણાવ્યુ હતુ કે, સોનમ રાજાને 17 મેના રોજ મારી નાંખવાની હતી. તેઓ બન્ને ઉજ્જૈનમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જવાના હતા. સોનમે રાજાને રહ્યુ હતુ કે આપણે બન્ને એકલા જ જશું. અને મોડી રાત્રે પરત ફરીશું. પરંતુ રાજાને કોઇ કામ આવી જતાં તે સોનમ સાથે ગયો ન હતો. ઉમા દેવીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સોનમ ગોળી મારીને રાજાની હત્યા કરવા માગતી હતી. તેની પાસેથી પિસ્તોલ પણ મળી આવી હતી. મૃતક રાજાની માતાએ પોલીસને જણાવ્યુ હતુ કે, આ માત્ર પ્રેમ પ્રકરણ જ નહી પરંતુ પ્લાનિંગ દ્વારા આપવામાં આવેલી નર બલી છે. જેની સૂત્રધાર સોનમ છે. સોનમે તેના પ્રેમી રાજ સાથે મળીને મેલી વિદ્યા કરી હતી. અને રાજાને પોતાના વંશમાં કર્યો હતો.
રાજાને આપી હતી કાળી ઢીંગલીઃ ઉમા દેવી
ઉમા દેવીએ જણાવ્યુ હતુ કે, સોનમે કાળી વિદ્યા કરીને એક કાળી ઢીંગલી રાજાને આપી હતી. જેને ઘરના દરવાજા પર રાજાએ લગાવી હતી. એજ દિવસથી રાજા સોનમના કહ્યા મુજબ વર્તન કરતો હતો. ઉમા દેવીએ સોનમના નાર્કો ટેસ્ટની માગ કરી છે. જેનાથી સમગ્ર હકીકત સામે આવી જશે. ઉમા દેવીએ દાવો કર્યો છે કે, સોનમનો પરિવાર પણ તંત્ર મંત્ર પર વિશ્વાસ કરે છે. રાજ અને સોનમ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. આ વાત સોનમના માતા-પિતા જાણતા હતા. તેમની નફરતમાં મારા પુત્રની બલી ચઢાવવામાં આવી છે.