દિલ્હી વિધાનસભાને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ભર્યો ઇમેઇલ સ્પીકરના OSDને મોકલાયો છે. ઘટનાને પગલે તપાસ શરૂ કરવામાં આવી છે.મહત્વનું છે કે હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે.


મંગળવારે પણ મળી હતી ધમકી 

મંગળવારે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાને તેમના અંગત ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના બાદ, દિલ્હી પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

ધમકીભર્યા ઇમેઇલમાં ફક્ત વિધાનસભા અધ્યક્ષને જ નિશાન બનાવવામાં આવ્યું નથી, પરંતુ વિધાનસભા સંકુલને જ બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર સોમવારે શરૂ થયું હતું અને મંગળવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બજેટ રજૂ કર્યું હતું.

ઇમેઇલમાં શું લખવામાં આવ્યું ? 

ભૂતપૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી અને જાફર સાદિક સામે ચાલી રહેલા સીબીઆઈ કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.

તમિલનાડુના રાજકારણનો ઉલ્લેખ કરતા, ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકે પર વોટ-બેંક રાજકારણમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઈમ્બતુરના કેટલાક વ્યક્તિઓને યુએપીએ હેઠળ ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.

મોકલનારએ એવો પણ દાવો કર્યો છે કે તેમની પાસે વિસ્ફોટક સામગ્રી છે - જે નક્સલવાદીઓ અને પાકિસ્તાન સાથે જોડાયેલા સંગઠનોની મદદથી મેળવવામાં આવી છે - જે હવે દિલ્હી વિધાનસભા સામે તૈનાત કરવામાં આવી છે.

ઈમેલ નક્સલવાદી-આઈએસઆઈ-ડીએમકે ઝિંદાબાદના નારા સાથે સમાપ્ત થાય છે.

આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?



  • Follow us on: