દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દેશની સુરક્ષાને જોખમાવતા એક મોટા આંતરરાષ્ટ્રીય હથિયાર સપ્લાય મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશના ગેરકાયદેસર હથિયાર સપ્લાયર્સ સાથે સીધી રીતે જોડાયેલી હતી. પોલીસે આ મામલે 10 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી અત્યાધુનિક વિદેશી હથિયારોનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.એકવીસ વિદેશી બનાવટની પિસ્તોલ,મશીનગન, 200 જીવંત કારતૂસ અને ઓટોમેટિક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે.
ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા
ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાં સબ-મશીન ગન (ચેક રિપબ્લિક બનાવટ) અને વિવિધ પિસ્તોલનો સમાવેશ થાય છે. આમાં PX-5.7, સ્ટોગર (તુર્કી બનાવટ), PX-3 (ચીન બનાવટ), શેડો CZ (ચેક રિપબ્લિક બનાવટ), બેરેટ્ટા (ઇટાલી બનાવટ), ટોરસ (બ્રાઝિલ બનાવટ) અને વોલ્થર (જર્મન બનાવટ)નો સમાવેશ થાય છે. PX-5.7નો ઉપયોગ ફક્ત સ્પેશિયલ ફોર્સ દ્વારા કરવામાં આવે છે.













