દિલ્હીમાં મોટી દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભાષણ આગ લાગી જેમાં કુલ 21 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.  5 માળની હોટલમાં આગ ભભૂકી ઉઠી. હાલ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.   માલવીય નગરના ધારાસભ્ય સતીષ ઉપાધ્યાયે 21 લોકોના મોત થયો હોવાનો દાવો કર્યો છે. 


સવારે 9 વાગે આગ લાગી 

અધિકારીઓએ જણાવ્યું કે ફાયર વિભાગને સવારે 9:00 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ, દસ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ANI એ અહેવાલ આપ્યો છે કે આગને કારણે થયેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 37 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.  ઘણા લોકોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

હોટલમાં લાપરવાહીની હદ

હોટલમાંથી નીકળવાનો એક માત્ર ગેટ હતો જે બંધ હતો.. બેઝમેન્ટમાં આ દરવાજો બંધ હતો. હોટલમાં કુલ 25 રૂમ હતા. જ્યારે પરવાનગી માત્ર 6 રૂમની જ હતી. આ હોટલમાં કેટલાક વિદેશી લોકો પણ હતા. 


રેસક્યુ કામગીરી તેજ 

સમાચાર એજન્સી PTI અનુસાર, દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'લેમન ગ્રીન' રેસ્ટોરન્ટમાં આગને કાબુમાં લેવા માટે પ્રારંભિક પગલા તરીકે, બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઇટીંગ યુનિટ તૈનાત કરવામાં આવ્યા હતા.


શરૂઆતમાં, અહેવાલો બહાર આવ્યા હતા કે ફાયર ફાઇટરોએ બિલ્ડિંગના ભોંયરામાંથી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તે સમયે, તેમની સ્થિતિ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ 

આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું દિલ્હીના માલવિયા નગરમાં આગની ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 મળશે.



  • Follow us on: