દિલ્હીવાસીઓ અને તેમાં પણ ખાસ કરીને યમુના નદીની નજીકના વિસ્તારોમાં રહેનારા લોકો માટે સાવધ રહેવાની જરુર છે કારણ કે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે યમુના નદીમાં પૂરની સ્થિતી ઉભી થઇ શકે છે.
હાથનીકુંડ બેરેજમાંથી રવિવારે 1,16,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું
હરિયાણાના યમુનાનગર સ્થિત હાથનીકુંડ બેરેજમાંથી રવિવારે 1,16,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જે આગામી 30 કલાકમાં દિલ્હીની યમુના નદીમાં પહોંચી શકે છે. આ આ મોન્સૂનમાં પહેલી વાર યમુનામાં આટલી મોટી માત્રામાં પાણી છોડાયું છે.
યમુનાનું જલસ્તર તેજ ઝડપે વધશે
હાલમાં જ યમુના નદી પહેલેથી જ જલસ્તરના જોખમ રેખા નજીક વહેતી હતી. નિષ્ણાતો અને તંત્રો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે યમુનાનું જલસ્તર તેજ ઝડપે વધશે અને દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
ત્રણ કલાકમાં 1.16 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયું
છેલ્લા દોઢ મહિનાથી હાથનીકુંડ બેરેજ પર યમુનાનો પ્રવાહ સામાન્ય હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને લીધે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ છે. રવિવાર સવારે 10 વાગે બેરેજ પર 74,000 ક્યૂસેક પાણીનું પ્રમાણ હતું, જે માત્ર ત્રણ કલાકમાં 1.16 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયું. પરિસ્થિતિ ગંભીર જણાઈ, એટલેથી બેરેજના તમામ 18 દરવાજા ખોલી દેવાયા અને નહેરમાં આપાતી સપ્લાઈ બંધ કરી દેવી પડી.
"લો ફ્લડ" એલર્ટ જાહેર
સિંચાઈ વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર અનુસાર, 1 લાખ ક્યૂસેક સુધીનું પાણી "લો ફ્લડ" કેટેગરીમાં આવે છે અને 1.5 લાખ ક્યૂસેક "મીડિયમ ફ્લડ" જ્યારે 2.5 લાખથી વધુ ક્યૂસેક પાણી છૂટે તો "હાઈ ફ્લડ" જાહેર કરવામાં આવે છે. હાલમાં “લો ફ્લડ” એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે. જોકે અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો પહાડોમાં વરસાદ ચાલુ રહ્યો તો પાણીનું સ્તર વધુ વધી શકે છે.
દિલ્હી માટે પૂરનું જોખમ વધી રહ્યું છે
દિલ્હીમાં યમુનાના આસપાસના નીચાણવાળા વિસ્તારો, જેમ કે યમુના બજાર, મજનૂ કા ટીલા, કાશ્મીરી ગેટ, કાલિન્દી કુંજ અને બુરાડી વિસ્તારમાં સૌથી પહેલા પૂરનો પ્રભાવ જોવાઈ શકે છે.
તંત્ર પહેલાથી જ એલર્ટ
દિલ્હી સરકાર અને સ્થાનિક તંત્રને પહેલાથી જ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાના આદેશો આપવામાં આવી રહ્યા છે.













