દિલ્હીથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. દિલ્હીમાં જન્માષ્ટમીના પર્વ પર સુરક્ષા વ્યવસ્થા અને એરેંજમેન્ટમાં ભારે લાપરવાહી દાખવનારા 8 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જેના પગલે પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસના પણ આદેશ અપાયા છે


પોલીસનો કાયદો વ્યવસ્થા જાળવવા ખાસ બંદોબસ્ત

જન્માષ્ટમીના પર્વ પર દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો હતો અને તે મુજબ તમામ અધિકારી અને પોલીસ કર્મચારીને ફરજ બજાવવા જણાવ્યું હતું. જો કે પોલીસ કમિશનર આઉટર નોર્થ જિલ્લામાં આવેલા ઇસ્કોન મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવા પહોંચ્યા તો ઘણા પોલીસ કર્મચારીઓ ત્યાં જોવા મળ્યા ન હતા

પોલીસ કમિશનર અચાનક ઇસ્કોન મંદિર પહોંચ્યા

પોલીસ કમિશનર ઇસ્કોન મંદિરમાં પહોંચ્યા તો સુરક્ષા વ્યવસ્થામાં ભારે ખામી જોવા મળી હતી. ઘણા પોલીસ કર્મીઓ તો મંદિરમાં ફરજ પરથી ગાયબ થયેલા જોવા મળ્યા હતા. આજે જ્યારે જન્માષ્ટમીનું પર્વ છે અને લાખો લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં લાપરવાહી જોવા મળતા પોલીસ કમિશનરનો પિત્તો ગયો હતો

લાપરવાહી દાખવનારા ઘણા ઘરભેગા થશે

પોતાની ફરજમાં ઘોર બેદરકારી દાખવનારા 8 પોલીસ કર્મચારીને તત્કાળ સસ્પેન્ડ કરવાનો તેમણે આદેશ કર્યો હતો. પોલીસે કહ્યું કે હજું તો પ્રાથમિક તપાસમાં 8 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે પણ અન્ય ઘણા લોકો પણ મંદિર પર પોતાના બંદોબસ્તમાંથી ગાયબ થયેલા હોવાનું જોવા મળ્યું હતું અને તે પોલીસ કર્મીઓના કારણોની તપાસ કરીને તેમની સામે પગલાં લેવાશે.


  • Follow us on: