જમ્મુ કાશ્મીરના ડોડોમાં ઉત્તરકાશી જેવી ઘટના બની. વાદળ ફાટવાથી કાટમાળ આવ્યો અને તે કાટમાળના વહેણમાં અનેક ઘરો વહી ગયા. વૃક્ષો ગયા. આ ઘટનામાં 3થી વધારે લોકોના મોત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે ચિનાબ નદી બે કાંઠે વહી રહી છે પરિણામે જમ્મુ શ્રીનગર હાઇવે બંધ કરી દીધો છે. વૈષ્ણવદેવીની યાત્રા પર રોકી દીધી છે. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે વૈષ્ણવદેવી યાત્રા માર્ગ પાસે લેન્ડ સ્લાઇડ થયુ છે. અર્ધકુવરી પાસે આ ઘટના બનતા 5ના મોત જ્યારે 14 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 


ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ

આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. તેઓને સારવાર અર્થે કટરા સ્થિત હોસ્પિટલ લઇ જવાયા છે. ઘટના બાદ શ્રાઇન બોર્ડ અને સુરક્ષા દળો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે. હાજર શ્રદ્ધાળુઓને સુરક્ષિત જગ્યા પર લઇ જવાઇ રહ્યા છે. પોલીસની સાથે સાથે એનડીઆરએફની ટીમ પણ એલર્ટ મોડમાં છે.


હાઇવે બ્લોક,નદીઓ બે કાંઠે

ચિનાબ નદીનુ વહેણ હાઇવે તરફ વળ્યુ છે. જે જોતા જમ્મુ શ્રીનગર હાઇવે બ્લોક થઇ ગયો છે. કારણ કે હાઇવે પર ભૂસ્ખલન અને રસ્તા પર પાણીની સાથે કાટમાળ પણ વહી આવ્યો છે. કુલ્લુ મનાલી હાઇવે-3નો ભાગ વહી ગયો છે. રસ્તો ગંભીર રીતે ખરાબ થઇ ગયો છે. સ્થાનિક પ્રશાસન, એસડીઆરએફ અને એનડીઆરએફની ટી સ્થળ પર પહોંચી છે. સાંજ સુધીમાં ભારે વરસાદને લઇને એલર્ટ છે. આસપાસના વિસ્તારોમાં કિશ્તવાડ અને રામવનમાં ભૂસ્ખલન થવાનો ખતરો મંડરાયો છે. જમ્મુથી ઉધમપુર જતી રસ્તાઓ પર ભૂસ્ખલન થવાથી કાટમાળ અને જળભરાવ થતા ટ્રાફિક જામ થયો છે.


સ્કૂલ બોર્ડની પરીક્ષા સ્થગિત

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ વાતાવરણને કારણે સ્કૂલ શિક્ષા બોર્ડ દ્વારા 27 ઓગષ્ટે થનારી પરીક્ષા ધોરણ 10 અને 11ની તમામ પરીક્ષા સ્થગિત કરી દીધી છે. નવી તારીખોની જાહેરાત ન થાય ત્યાં સુધી પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે.  


  • Follow us on: