DRDO અને ભારતીય નેવીએ સંયુક્ત રીતે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા 'ADC-150' એર ડ્રોપેબલ કન્ટેનરના સફળ ઈન-ફ્લાઈટ રિલીઝ ટ્રાયલ પૂર્ણ કર્યા છે. આ ટ્રાયલ્સ 21 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન ગોવાના દરિયાકાંઠા નજીક અલગ-અલગ કઠિન પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યા હતા.



પરીક્ષણો Boeing P‑8I વિમાનથી કરવામાં આવ્યા

આ પરીક્ષણો Boeing P‑8I વિમાનમાંથી કરવામાં આવ્યા હતા. ચારેય ટ્રાયલ્સ સફળ રહ્યા હોવાનું DRDOએ જણાવ્યું છે. સ્વદેશી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા આ એર ડ્રોપેબલ કન્ટેનર દ્વારા લગભગ 150 કિલોગ્રામ સુધીનો પેલોડ દરિયામાં તૈનાત નૌસેનાના જહાજો અથવા મુશ્કેલીમાં મુકાયેલા વહાણો સુધી ઝડપથી પહોંચાડી શકાય છે.

આ સિસ્ટમ ખૂબ મદદરૂપ બનશે

ADC-150ના ઉપયોગથી નૌસેનાની ઓપરેશનલ લોજિસ્ટિક્સ ક્ષમતા વધુ મજબૂત બનશે. ખાસ કરીને દરિયાના મધ્યમાં લાંબા અંતરે તૈનાત જહાજોને જરૂરી સાધનો, મહત્વપૂર્ણ સ્ટોર સામગ્રી, મેડિકલ કિટ્સ અથવા અન્ય તાત્કાલિક સહાય ઝડપથી પહોંચાડવામાં આ સિસ્ટમ ખૂબ મદદરૂપ બનશે. રક્ષા ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ટેક્નોલોજી ભારતની દરિયાઈ સુરક્ષા અને બચાવ કામગીરી માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

DRDO દ્વારા વિકસાવવામાં આવી સ્વદેશી સિસ્ટમ

ખાસ કરીને 'બ્લુ સી' વિસ્તારમાં કાર્યરત નૌસેનાના જહાજો માટે આ સિસ્ટમ ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરશે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલી આ સ્વદેશી સિસ્ટમ દેશની આત્મનિર્ભરતા તરફના મહત્વપૂર્ણ પગલાંમાં ગણાય છે. આ સફળ પરીક્ષણો બાદ ભવિષ્યમાં નૌસેનાની વિવિધ ઓપરેશન્સમાં ADC-150નો વ્યાપક ઉપયોગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : No Confidence Motion: ભાજપ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન માટે તૈયાર! વ્હીપ જાહેર


  • Follow us on: