DRDOએ આજે ઓડિશાના દરિયામાં એક મોટું સફળ પરીક્ષણ કર્યું છે, સવારે લગભગ 10.30 વાગ્યે એક જ લોન્ચરથી બે પ્રલય મિસાઈલોને ખુબ જ થોડા અંતરમાં સતત લોન્ચ કરવામાં આવી છે. આ પરીક્ષણ યુઝર ટ્રાયલનો ભાગ હતો. બંને મિસાઈલોએ નિર્ધારિત માર્ગ પર ઉડાન ભરી અને બધા ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા, ચાંદીપુરના ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જના ટ્રેકિંગ સેન્સરો અને દરિયામાં તૈનાત જહાજ પર લાગેલી ટેલીમેટ્રી સિસ્ટમે તેની પુષ્ટી કરી છે.
ખુબ જ સટીક નિશાનો લગાવી શકે છે મિસાઈલ
પ્રલય એક સ્વદેશી ક્વાસી-બેલિસ્ટિક મિસાઈલ છે. આ સોલિડ પ્રોપેલેન્ટથી ચાલે છે અને અતિઆધુનિક ગાઈડન્સ અને નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે. જેનાથી તે ખુબ જ સટીક નિશાનો લગાવી શકે છે. તેની ખાસિયત એ છે કે તે અલગ અલગ પ્રકારના વોરહેડ લઈ જઈ શકે છે અને અલગ અલગ લક્ષ્યો પર હુમલો કરી શકે છે.
કોને બનાવી પ્રલય મિસાઈલ?
આ મિસાઈલ હૈદરાબાદના રિસર્ચ સેન્ટર ઈમારતે મુખ્ય રૂપે વિકસિત કરી છે. તેમાં ડીઆરડીઓની ઘણી અન્ય લેબોરેટરીએ પણ યોગદાન આપ્યું છે. જેમ કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી, આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, હાઈ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી, ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ.
સંરક્ષણ પ્રધાને આપી શુભકામનાઓ
ઉત્પાદન ભાગીદાર ભારત ડાયનામિક્સ લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે સિસ્ટમને એકીકૃત કર્યું, ઘણા ભારતીય ઉદ્યોગોનો પણ સહયોગ રહ્યો છે. પરીક્ષણ દરમિયાન DRDOના વરિષ્ઠ વૈજ્ઞાનિક, ભારતીય વાયુસેના અને આર્મીના પ્રતિનિધ સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ડીઆરડીઓ, વાયુસેના, આર્મી સહિત ઘણા ઉદ્યોગ એકમોને શુભેચ્છાઓ આપી. તેમને કહ્યું કે સતત બે મિસાઈલનું સફળ પરીક્ષણ પ્રલયની વિશ્વસનીયતા સાબિત કરે છે. DRDO ચેરમેન અને વિકાસ સચિવ ડો.સમીર વી કામતે પણ ટીમને શુભકામનાઓ આપી. તેમને કહ્યું કે આ સફળતા દર્શાવે છે કે પ્રલય મિસાઈલ ટુંક સમયમાં સેનામાં સામેલ થવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: Nashik-Solapur હાઈવે કોરિડોરને કેબિનેટની મળી મંજૂરી, 19,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે