ભારતે સ્વદેશી સંરક્ષણ ટેક્નીકના ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. DRDOએ ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું ટેન્ક પર સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 11 જાન્યુઆરી 2026એ મહારાષ્ટ્રના અહિલ્યાનગર સ્થિત KK રેન્જમાં કરવામાં આવ્યું છે.
ભારત માટે આ મોટી સફળતા
મળતી માહિતી મુજબ આ મિસાઈલ ફાયર એન્ડ ફોરગેટ ટેક્નોલોજી પર આધારિત છે અને તેમાં ટોપ અટેકની ક્ષમતા છે, એટલે કે તે દુશ્મનની ટેન્કની ઉપરથી હુમલો કરીને તેને તબાહ કરી શકે છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે પોતાના લક્ષ્યને પુરી સટીકતાની સાથે નષ્ટ કર્યો. ભારત માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે.
DRDO મુજબ આ MPATGM પુરી રીતે સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત કરવામાં આવી છે. તેમાં ઈમેજિંગ ઈન્ફ્રારેડ સીકર, ઓલ ઈલેક્ટ્રિક કંટ્રોલ સિસ્ટમ, ફાયર કંટ્રોલ સિસ્ટમ, ટેન્ડમ વોરહેડ અને આધુનિક સાઈટિંગ સિસ્ટમ સામેલ છે. આ ટેક્નોલોજી DRDOની ઘણી પ્રયોગશાળાઓએ મળીને તૈયાર કરી છે. ત્યારે ડિફેન્સ લેબોરેટરી જોધપુર દ્વારા બનાવવામાં આવેલા થર્મલ ટાર્ગેટ સિસ્ટમ પરીક્ષણ દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો.
આ કંપનીઓ ઉત્પાદનમાં છે ભાગીદાર
DRDOએ જણાવ્યું કે આ મિસાઈલ દિવસ અને રાત બંને સમયે યુદ્ધ સંચાલનમાં સક્ષમ છે અને આધુનિક મેન બેટલ ટેન્કોને પણ નષ્ટ કરવાની તાકાત રાખે છે. મિસાઈલને ટ્રાઈપોડ અથવા સૈન્ય વાહનથી લોન્ચ કરવામાં આવી શકે છે. આ પરિયોજનામાં ભારત ડાયનેમિક્સ લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ વિકાસ અને ઉત્પાદનમાં ભાગીદાર છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સફળ પરીક્ષણ પર DRDO, તેના ભાગીદારો અને ઉદ્યોગને શુભેચ્છા આપી. તેમને તેને આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે. ત્યારે DRDO પ્રમુખ અને સંરક્ષણ સંશોધન સચિવ ડો. સમીર વી.કામતે કહ્યું કે તમામ પરીક્ષણ સફળ રહ્યા છે અને હવે તે મિસાઈલ ભારતીય સેનામાં સામેલ કરવામાં માટે તૈયાર છે. આ સિદ્ધિથી ભારતીય સેનાની એન્ટી-ટેન્ક ક્ષમતામાં મોટો વધારો થશે અને ભારતની સ્વદેશી સંરક્ષણ તાકાતને નવી મજબૂતી મળશે.
આ પણ વાંચો: Bihar માટે 4 નવી અમૃત ભારત ટ્રેન દોડાવાશે, જાણો તેનો રૂટ અને ટાઈમ-ટેબલ