ભારતીય શિક્ષણ પદ્ધતિમાં મોટા પાયે ફેરફાર થવાના અણસાર દેખાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ CBSE શાળાઓને હવે ટૂંક સમયમાં વિશ્વ કક્ષાની બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


વૈશ્વિક અભ્યાસક્રમ બનાવવાની તૈયારીઓ શરૂ

મળતી માહિતી મુજબ ભારતીય શિક્ષણ પદ્ધતિમાં મોટા પાયે ફેરફાર કટરવા માટે CBSEએ વૈશ્વિક અભ્યાસક્રમ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આ વખતે CBSEએ નવો વૈશ્વિક અભ્યાસક્રમ તૈયાર કરવા માટે 20 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આવનાર સમયમાં એક આંતરરાષ્ટ્રીય બોર્ડ તરીકે સ્થાપિત થશે અને આ વિચારને અમલમાં લાવવા માટે શરૂ કરવામાં આવેલ તૈયારીના ભાગ રૂપે હવે ભારતીય જ્ઞાન પરંપરા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે

મળતી માહિતી મુજબ CBSE વૈશ્વિક અભ્યાસક્રમ વિકસાવવા અને તેને આવનારા ભવિષ્યમાં શૈક્ષણિક પદ્ધતિમાં લાવવા માટે CBSE 20 કરોડ રૂપિયા ખર્ચ કરશે. CBSE ની 141મી ગવર્નિંગ બોડી મીટિંગ મુજબ અંદાજિત 20 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવા માટે અંતિમ મંજૂરી માટેનું બિલ નાણાં સમિતિને મોકલવામાં આવ્યું છે. આવનારા ભવિષ્યમાં વૈશ્વિક અભ્યાસક્રમ તૈયાર કરવા માટે એક એજન્સી શોધવાની છે, જે ટેકનિકલ સપોર્ટ યુનિટ તરીકે કામ કરશે

CBSE-NCERTના આધારે વૈશ્વિક અભ્યાસક્રમ તૈયાર

CBSEએ કહ્યું છે કે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય શાળાઓ અન્ય શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલી છે. જેમકે થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો CBSE એ ઓસ્ટ્રેલિયા શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમ અપનાવ્યો હતો જેને બાદમાં NCPCRની સૂચના બાદ દૂર કરવામાં આવ્યો હતો. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે NCERT દેશમાં પુસ્તકોનો અભ્યાસક્રમ નક્કી કરે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે હવે CBSE NCERT ના આધારે વૈશ્વિક અભ્યાસક્રમ તૈયાર કરશે, જેનો અમલ દેશની શાળાઓમાં પણ થઈ શકે છે.

  • Follow us on: