ગુજરાતમાં ચોરી અને ઘરફોડના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. પોલીસના સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના વટવામાં એક વેપારીના ઘરમાં ધાડ પાડીને તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


વેપારી રક્ષાબંધનની ઉજવણી કરવા પોતાના વતનમા ગયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા વેપારી રક્ષાબંધનની ઉજવણી કરવા પોતાના વતનમા ગયા હતાં. આ દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે તસ્કરોએ મકાનના બાથરૂમનો કાચ તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનમાંથી 20 લાખ રોકડ અને 8 લાખના દાગીનાની ચોરી કરી હતી.

ઘરમાં વેરવિખેર જેવી સ્થિતિ જોવા મળી હતી

વેપારી જ્યારે પરત આવ્યા ત્યારે ઘરમાં વેરવિખેર જેવી સ્થિતિ જોવા મળી હતી. તેમને ઘરમા ચોરી થઈ હોવાની શંકા જતાં તપાસ કરતાં મકાનમાંથી 20 લાખ રૂપિયા રોકડા અને આઠ લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. વેપારીએ વટવા પોલીસને સમગ્ર બાબતે જાણ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: