NCERT માધ્યમિક ધોરણોના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર પર વિશેષ મોડ્યુલ જોડવાની તૈયારી કરી રહ્યું છે. મોડ્યુલ ઝડપી જ પૂર્ણ થઈ જશે, ત્યારબાદ તેને નાના ધોરણોમાં પણ લાગૂ કરવામાં આવી શકે છે. NCERT માધ્યમિક ધોરણો માટે ઓપરેશન સિંદૂર પર એક વિશેષ મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે.


NCERTએ મોડ્યૂલ જાહેર કરવાની વાત કરી

ઓપરેશન સિંદૂર પહેલગામમાં આતંકી હુમલા બાદ 7 મેએ ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહી હતી. આ મોડ્યુલને તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ અંતિમ તબક્કામાં છે. જલ્દી જ તેને જાહેર કરવામાં આવશે. આ સિવાય સંસદના ચોમાસું સત્રમાં પણ ઓપરેશન સિંદૂર પર નક્કી કરેલી ચર્ચાઓ પહેલા NCERTએ આ મોડ્યૂલ જાહેર કરવાની વાત કરી છે. આ મોડ્યુલ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. પાઠ્યપુસ્તકોથી વિપરીત આ એક સ્વતંત્ર કેસ સ્ટડી હશે, જે પહેલગામ, જમ્મૂ અને કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલા બાદ ભારતની રણનીતિક સૈન્ય પ્રતિક્રિયા પર કેન્દ્રીત થશે. આ ક્લાસ મોડ્યૂલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને એ સમજાવવામાં મદદ કરવાનો છે કે રાષ્ટ્ર આતંકવાદી જોખમો પર કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે અને દેશની સુરક્ષા માટે કયા પ્રકારની ભૂમિકા નિભાવે છે.

હાલમાં માત્ર માધ્યમિક ધોરણો માટે શરૂ થશે મોડ્યુલ

હાલમાં આ મોડ્યુલ માત્ર ઉચ્ચતર માધ્યમિક ધોરણો માટે વિકસિત કરવામાં આવી રહ્યું છે પણ NCERT ત્યારબાદ આ વિષય વસ્તુને પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરી શકે છે. આ પહલ NCF 2023 અને NEP 2020 હેઠળ NCERTના વ્યાપક પ્રયત્નોનો ભાગ છે. ધોરણ 6 અને 8 માટે અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત જેવા વિષયોમાં નવા પાઠ્યપુસ્તકો પહેલા જ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. આ પુસ્તકો ભારતીય વારસો અને વર્તમાન પડકારો પર કેન્દ્રીત છે. આગામી ઓપરેશન સિંદૂર મોડ્યુલ આ પ્રવૃતિને ચાલુ રાખશે.

  • Follow us on: