NCERTની ધોરણ-8ની સોશિય સાયન્સની ટેક્સ બુકમાં મુઘલ શાસકોને સહિષ્ણુતા અને ક્રૂરતાના શાસક ગણાવ્યા હતા. બાબરને ક્રૂર અને નિર્દય શાસક તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેણે મોટી સંખ્યામાં લોકોની હત્યા કરી હતી. ટેક્સ બુકમાં કરવામાં આવેલા બદલાવના કારણે આગામી દિવસોમાં મોટા હોબાળાની શક્યતાને નકારી શકાય નહી. ટેક્સમાં ઉલ્લેખ કરાયો છેક, ઐરંગઝેબે મંદિરો અને ગુરુદ્વારાઓ પર હુમલો કર્યો છે. અને તેને ધ્વસ્ત કર્યુ હતુ.


NCERTના ધોરણ-8ના પુસ્તકમાં બદલાવ

ધોરણ-8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં બદલાવ કરવામાં આવ્યો છે. અકબરને ક્રૂર અને નિર્દય રાજાનું મિશ્રણ ગણાવ્યુ છે. મુઘલ સામ્રાજ્ય કાળને ધાર્મિક અસહિષ્ણુતાના ઉદાહરણ તરીકે દર્શાવવામાં આવ્યુ છે. દિલ્હીની સલતનત, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ શાસન અને તેના વિરોધ તથા શિખોનું આગમન કેવી રીતે થયુ તે અંગેની માહિતી પાઠ્યપુસ્તકમાં જોવા મળશે. NCERTની ધોરણ-8ની સોશિય સાયન્સની ટેક્સ બુકમાં ગામડાઓ અને શહેરોમાં કેવી પરિસ્થિતિ હતી તે અંગે પણ માહિતી આપવામાં આવી છે.

પાઠ્યપુસ્તકની મહત્ત્વની વાતો

અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કાફૂરે શ્રીરંગમ, મદુરૈ, ચિંદમ્બર અને રામેશ્વર જેવા મંદિર પર હુમલો કર્યો હતો. અને તેને મોટુ નુકસાન પહોંચાડ્યુ હતુ. આ હુમલાઓ લૂંટને ધ્યાનમાં રાખીને નહી પણ હિન્દુઓની આસ્થા પર ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવતા હતા. ઔરંગઝેબે મહિલાઓ અને બાળકોને બંધક બનાવ્યા હતા. અને હિન્દુ સલતનતને નુકસાન પહોંચાડ્યુ હતુ. પાઠ્યપુસ્તકમાં છત્રપતિ શિવાજી મહારાજ અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પુસ્તકમાં જણાવાયુ છે કે, છત્રપતિ શિવાજી મહારાજે હિન્દુ સંસ્કૃતિના વિકાસમાં મોટુ યોગદાન આપ્યુ છે. તેઓએ ધ્વસ્ત થયેલા મંદિરો ફરી બનાવ્યા હતા.  

  • Follow us on: