કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પુણે શહેરની મુલાકાતે હતા. અહીં તેઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ હિન્દીમાં સંબોધન કર્યુ હતુ. સંબોધનના અંતમાં શિંદેએ 'જય હિન્દ', 'જય મહારાષ્ટ્ર' અને 'જય ગુજરાત'ના નારા લગાવ્યા હતા. આ નારા બાદ રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો હતો. અને ચર્ચાની સાથે હોબાળો પણ શરુ થયો હતો.


કૉંગ્રેસે કર્યો વિરોધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણે શહેરમાં ગુજરાતી સમૂહના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં એકનાથ શિંદે પણ હાજર હતા. અને તેઓએ હિન્દીમાં સંબોધન કરીને તમામને ચોંકાવ્યા હતા. આ ભાષા વિવાદમાં એકનાથ શિંદે આગમાં ઘી નાંખવાનું કાર્ય કર્યુ છે. હિન્દી ભાષામાં કરેલા સંબોધન બાદ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર પ્રહાર કર્યા હતા. તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેનો બચાવ કર્યો હતો. કૉંગ્રેસ નેતા નાના પટોલેએ એકનાથ શિંદેના 'જય ગુજરાત' નારાની નિંદા કરી હતી. અને જણાવ્યુ હતુ કે, આ મહારાષ્ટ્રની માતૃભૂમિ અને મરાઠી ભાષાનું અપમાન છે. તો સાથે જ સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એકનાથ શિંદેના 'જય ગુજરાત'ના નારાની ક્લિપ શેર કરી હતી. અને લખ્યુ હતુ, 'શાહ સેના, શાહ સેના.'

ફડણવીસે કર્યો બચાવ

મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેનો બચાવ કર્યો હતો. અને તેઓએ જણાવ્યુ હતુ કે, 'જય હિન્દ', 'જય મહારાષ્ટ્ર' અને 'જય ગુજરાત'ના નારાનો એ અર્થ નથી કે ગુજરાત સાથે વધારે પ્રેમ છે. અને મહારાષ્ટ્ર સાથે ઓછો પ્રેમ છે. આવા વિચારો મરાઠી માણસને શોભા આપતા નથી. પુણે શહેરમાં ગુજરાતી સમૂહનો કાર્યક્રમ હતો. જેમાં અમિત શાહે ગુજરાતીમાં અને એકનાથ શિંદેએ હિન્દીમાં સંબોધન કર્યુ હતુ. 

  • Follow us on: