મહારાષ્ટ્ર સરકારે આદેશ આપતા જણાવ્યુ હતુ કે, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં પહેલાથી લઇને પાંચમાં ધોરણા સુધી હિંદીને ત્રીજા ભાષાના રૂપમાં ભણાવવામાં આવશે. જે મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે બાદ આ નિર્ણય પાછો ખેંચાયો છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યુ છે કે, થ્રી લેંગ્વેજ પોલિસીની સમીક્ષા કરવા માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યુ છે. આ સમિતિની રિપોર્ટ આવ્યા બાદ જ થ્રી લેંગ્વેજ પોલિસી બાબતે નિર્ણય કરવામાં આવશે.
થ્રી લેંગ્વેજ પોલિસી શું છે ?
થ્રી લેંગ્વેજ પોલિસીને પ્રથમવાર શિક્ષા આયોગે વર્ષ 1964-66 સુધી પ્રસ્તાવિત કર્યુ હતુ. જેને તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધીની સરકારે 1968માં સ્વીકાર્યો હતો. બાદમાં રાજીવ ગાંધીના કાર્યકાળમાં નેશનલ એજ્યુકેશન પોલિસી 1968માં થ્રી લેંગ્વેજ પોલિસીની પુષ્ટી કરાઇ હતી. વર્ષ 1992માં નરસિમ્હા રાવની સરકારમાં તેમાં સંશોધન કરવામાં આવ્યુ હતુ. જે બાદ તેમાં ત્રણ ભાષાઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ ત્રણ ભાષાઓમાં માતૃભાષા, ક્ષેત્રીય ભાષા અને આધિકારિક ભાષા એટલે અંગ્રેજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2020માં ફરી કરાયુ હતુ સંશોધન
ભાજપની સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં થ્રી લેંગ્વેજ પોલિસીમાં સંશોધન કર્યુ હતુ. આ સમીકરણનો હેતુ એ હતો કે, તેમાં વઘુ સરળતા આવે અને લોકોને સમજવામાં મુશ્કેલી ન સર્જાય. અને સાથે જ રાજ્યમાં કોઇપણ ભાષાને લાદવામાં ન આવે. વિદ્યાર્થીઓ શિક્ષણ માટે પોતાની ભાષા જાતે જ પસંદ કરે. બે ભારતીય ભાષા હોવી ફરજિયાત છે. આ સમીકરણમાં અંગ્રેજીને વિદેશી ભાષા ગણવામાં આવી હતી.