દેશમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ મહારાષ્ટ્રની તો અહીં પણ ભારે વરસાદને લઇને ચેતવણી આપવામાં આવી છે. મુંબઇ, થાણે, પાલઘરમાં આજે વરસાદને લઇને યલો એલર્ટ અપાયુ છે. જ્યારે રાયગઢ અને રત્નાગિરિ માટે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ગત રાત્રે રાયગઢ જિલ્લામાં મેઘો મૂશળધાર વરસ્યો હતો પરિણામે રાયગઢ જિલ્લા અધિકારીએ આજે શાળામાં રજાનો આદેશ આપી દીધો છે.


ભારતીય હવામાન વિભાગે કહ્યું કે વરસાદની સાથે સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ હવા ફૂંકાઇ શકે છે. જ્યારે આજે કાલે પશ્ચિમી મહારાષ્ટ્રમાં વરસાદ વધુ તીવ્ર થવાની આશા છે. કેટલાક વિસ્તારોમાં થોડા સમયમાં 70મિમિથી વધારે વરસાદ થઇ શકે છે.

મુંબઇમાં કેવુ રહેશે હવામાન વિભાગ ?

ગુરુવારે મુંબઈમાં ભારે વરસાદ પડશે. 21 જૂને પણ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. 22 કે 23 જૂન સુધીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ આવતા અઠવાડિયાની શરૂઆતમાં વરસાદ ફરી વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન તાપમાન 25°C થી 32°C ની વચ્ચે રહેશે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયો હતો અને આ સમય દરમિયાન અધિકારીઓને વૃક્ષો અને દિવાલો પડવાની ઘણી ફરિયાદો મળી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી.

પુણે શહેર, સતારા અને રાયગઢના કેટલાક ભાગોની આસપાસના પહાડી વિસ્તારમાં દિવસભર વરસાદની સંભાવના છે. સપ્તાહના અંત સુધી રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. નાગપુર, ચંદ્રપુર, ભંડારા અને ગઢ ચિરૌલી જેવા વિદર્ભ જિલ્લામાં ભારે વરસાદની આશા છે. આથી સ્થાનિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. તેમજ આ દરમિયાન યાત્રા ન કરવાની પણ સલાહ આપી છે.


  • Follow us on: