ભરૂચના વાલીયા પંથકમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા છે. પાણીના પ્રવાહમાં વાહનો ફસાયા છે. જેના બહાર કાઢવા મુશ્કેલ સાબિત થઇ રહ્યા છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે. જેના જોતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. નાળાની કામગીરીના પગલે અપાયેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે.
ભરુચ પંથક પાણી-પાણી













